Advertisement
Author: નોબત સમાચાર

કડિયાવાડ તથા સેન્ટ્રલ બેંક રોડ પરથી વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝબ્બે

પ્રદર્શન મેદાન પાસેથી એકીબેકીનો જુગાર ઝડપાયોઃ

જામનગર તા. ૪: જામનગરના કડિયાવાડ વિસ્તાર તથા સેન્ટ્રલ બેંક રોડ પરથી પોલીસે ગઈકાલે બે શખ્સને વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. જ્યારે પ્રદર્શન મેદાન નજીકથી બે શખ્સ એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાયા છે.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક શખ્સ વર્લીના આંકડા લખતો હોવાની બાતમી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રઘુભા પરમાર, ક્રિપાલસિંહ, જયદીપસિંહને મળતા ઈન્ચાર્જ પીઆઈ વી.જે. રાઠોડને વાકેફ કરાયા પછી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

કડિયાવાડના વિશ્વકર્મા ચોકમાં ઉભા રહી વર્લીનું બેટીંગ લેતાં વૈભવ રમેશભાઈ ચતવાણી નામના શખ્સને પકડી લીધો હતો. તેના કબજામાંથી રૂ. ૧૦,૭૭૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ૩ હજારનો ફોન કબજે કરાયો છે.

જામનગરના સેન્ટ્રલ બેંક રોડ પર એક સ્ટુડિયોની સામે ગઈકાલે બપોરે વર્લીનું બેટીંગ લેતાં દિવ્યેશ નિલેશભાઈ રૂપડીયા ઉર્ફે ઋત્વિક નામના શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી લઈ રોકડ તેમજ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે લીધી છે.

જામનગરના પ્રદર્શન મેદાન પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા જાવિદ યુનુસ ગઢકાઈ ઉર્ફે મીંડી, મહોમદહુસેન અબ્બાસ ખફી નામના બે શખ્સને પકડી લેવામાં આવ્યા હતા. રૂ. ૧૦૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh