Advertisement
Author: નોબત સમાચાર

ટી-ર૦ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમનું દિલ્હીમાં શાનદાર સ્વાગતઃ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત

વિશ્વકપમાં વિજય પછી વાવાઝોડામાં અટવાઈ હતી ટીમ ઈન્ડિયાઃ

નવી દિલ્હી તા. ૪: ટી-ર૦ વર્લ્ડકપ જીતીને સ્વદેશ પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું દિલ્હીમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેની પી.એમ. મોદી સાથે મુલાકાત થઈ છે, અને મુંબઈ જવા રવાના થઈ છે.

ટી-ર૦ વર્લ્ડકપ ર૦ર૪ નો ખિતાબ જીત્યા પછી ટીમ ઈન્ડિયા છેલ્લા ૪ દિવસથી ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બાર્બાડોસમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને બાર્બાડોસમાં જ રહેવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ ટ્રોફી સાથે ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ ર૯ જૂને દક્ષિણ આફ્રિકા સાથે ટી-ર૦ વર્લ્ડકપ ર૦ર૪ ની ફાઈનલ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ ૭ રને જીતીને ટ્રોફી પર કબજો કયો હતો. ત્યારથી ફેન્સ ટીમ ઈન્ડિયાની ભારત પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતાં. બાર્બાડોસમાં છેલ્લા ઘણાં દિવસોથી હવામાન ખૂબ જ ખરાબ હતું. જેના કારણે બાર્બાડોસના એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં અને ટીમ ઈન્ડિયાને ત્યાં ૪ દિવસ પસાર કરવા પડ્યા હતાં, પરંતુ હવે ભારતીય ટીમ ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના આગમનના સમાચાર મળતા જ ચાહકો પણ ખેલાડીઓનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચી ગયા હતાં.

એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે લગભગ ૬-૦પ વાગ્યે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયા લગભગ ૭ વાગે એરપોર્ટની બહાર આવી હતી. ક્રિકેટના ફેન્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને ટ્રોફીની એક ઝલક મેળવવા એરપોર્ટની બહાર આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતાં. ટીમ ઈન્ડિયાને બાર્બાડોસથી પરત લાવવા માટે વિશેષ પ્લેન મોકલ્યું હતું.

એરપોર્ટથી બહાર આવતા તમામ ખેલાડીઓના ગળામાં મેડલ હતાં. એવું લાગતું નથી કે ર૯ જૂન પછી ખેલાડીઓએ આ મેડલ પોતાનાથી દૂર કર્યા હોય. કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી હાથમાં લઈને એરપોર્ટ પર દેખાયા હતાં.

બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા હતાં. તમામ ખેલાડીઓ એરપોર્ટથી ટીમ બસમાં બેસીને હોટલ પહોંચ્યા હતાં. હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તે પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને મુંબઈ જવા રવાના થઈ છે, જ્યાં બપોર પછી વાનખેડે સ્ટેડિયમમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાશે અને રોડ-શો પછી ખુલ્લી બસમાં પરેડ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh