Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ અધિકારીઓ-મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૪: સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉજવાઈ રહેલા ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ર૦ર૪ અંતર્ગત બીજા દિવસે દ્વારકા તાલુકાની વિવિધ ૩પ શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકાની ભીમરાણા, મોજપ, ઓખા, મીઠાપુર, દ્વારકા તાલુકા શાળા, ટીવી સ્ટેશન શાળા સહિતની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. સામાન્ય વહીવટ વિભાગના સંયુકત સચિવ એચ. કે. ઠાકર, નાયબ સચિવ એન.એમ. પંડ્યા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નાયબ સચિવ એસ.ડી. જોશીએ વિવિધ રૂટ પર પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ઉપસ્થિત બાળકો, વાલીઓને સરકારની શિક્ષણને લગત વિવિધ યોજનાઓ અને કાર્યોને વર્ણવીને વિશેષ શિક્ષણ મેળવવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ નમો લક્ષ્મી, નમો સરસ્વતી તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા તમામને અપીલ કરી હતી. આ કાર્યક્રમોમાં બાળકોને મહાનુભાવોના હસ્તે બેગ, ચોપડા, પેન્સીલ વગેરેની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી છાત્રોનું સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાની શાળાના આચાર્યો, શિક્ષકો, સીઆરસી, બીઆરસી, ટીપીઈઓ, સંકળાયેલા વિવિધ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમોમાં દેવભૂમિ દ્વારકા શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ તેમજ દ્વારકા ચીફ ઓફિસર, ઓખા ચીફ ઓફિસર કાર્યપાલક ઈજનેરો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial