Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત
જામનગર તા. ૨૯: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના સંરક્ષણમાં તા. ર૩-પ-ર૪ ગુરૂવાર, બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે, જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ર૧ર૮૪ અને અન્ય તાલુકાઓના ૪પર૪ મળી જામનગર જિલ્લામાં કુલ રપ૮૦૮ ઘરોમાં મોબાઈલ પંડિત અથવા સ્વમુખે મંત્રો બોલી શ્રદ્ધાવાન ભાવિકોએ ગાયત્રી યજ્ઞ કર્યા હતાં. આ માટે ગાયત્રી પરિવાર તરફથી હવનસામગ્રી, કર્મકાંડ પત્રિકા અને ગાયના ગોબરનું છાણું નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. હવન કીટ આમ જનતાને સરળતાથી મળી રહે તે માટે ગાયત્રી શક્તિપીઠ પરથી તા. ૧૮-પ થી તા. રર-પ સુધી વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય સેવાકીય સંસ્થાઓનો પણ આ અભિયાનમાં સહયોગ પ્રાપ્ત થયો હતો. લોકોને અનુકૂળતા અનુસાર પોતાના ઘરમાં દૈનિક, અઠવાડિક કે માસિક યજ્ઞ કરવા ગાયત્રી પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial