Advertisement
Author: નોબત સમાચાર

બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પ

નવયુગ તરફ પ્રથમ પગલું

જામનગર તા. ર૯ : હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પ્રેરિત હિમાલયન ધ્યાન યોગ અને અનુભૂતિ ઉપર આધારીત સરળ ધ્યાનનો સંસ્કાર છે. બાળકોને જો નાનપણથી જ ધ્યાન કરાવવામાં આવે તો અદ્દભુત પરિણામો મળી શકે છે.

બાળકો ધ્યાન સાથે જોડાઈને સર્વાંગી વિકાસ સાધે તે માટે જામનગરમાં તા. ૧-૬-ર૪ થી તા. ૩-૬-ર૪ સુધી સાંજે ૪-૩૦ થી ૭-૩૦ સુધી ખોડીયાર કોલોની, શિશુ વિહાર હિન્દુ હાઈસ્કૂલમાં બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નવયુગ તરફ પ્રથમ પગલુ શીર્ષક હેઠળ યોજાનાર સમર કેમ્પ બાળકો માટે સંસ્કારલક્ષી વિકાસનું પગથિયું પૂરવાર થશે. વધુ વિગતો તથા રજીસ્ટ્રેશન માટે મો. નં. ૯૭ર૬૭ ૭૧૭૭ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh