Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકાના મોડપરમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી

ભાણવડ તા. ૨૯: ભાણવડ તાલુકાના ગઢવારા તરીકે ઓળખાતા મોડપર ગામમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૪પ જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.

આરોગ્ય વિભાગ, આઈસીડીએસ ઘટક, પ્રોજેકટ તૃષ્ટિના સંયુકત ઉપક્રમે મોડપરના પીએચસીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં નિબંધ સ્પર્ધા, આરોગ્ય શિક્ષણ, એચબી, બીએમઆઈ, પોષણયુકત આહાર, એનિમિયા, અંગત સ્વચ્છતા અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાજર કિશોરીઓને પૂર્ણા પગલાં વગેરે રમતો રમાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હેલ્થ ઓફિસર ડો. નિખિલ વારોતરીયા, આઈસીડીએસ ઘટકના સુપર વાઈઝર જીગ્નાશાબેન મેઘનાથી, બ્લોક કો.ઓર્ડી. રોહીત રાઠોડ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh