Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુદ્ધમ શરણમ્ ગચ્છામી, ધમ્મશરણમ્ ગચ્છામી
જામનગર તા. ર૯ : બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા પ્રમુખ મિલિન્દકુમાર મકવાણાની આગેવાની હેઠળ વિશ્વ શાંતિદુત તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની ૨૫૬૮મી જન્મજ્યંતી નિમિત્તે જામનગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. આ શોભાયાત્રા જુના રેલવે સ્ટેશન, મહાત્મા જ્યોતિબા ફૂલે ચોકથી સાંજે ૪.૩૦ કલાકે પ્રસ્થાન થયેલ હતી. જેમાં બુદ્ધરૂપ તથા તૈલચિત્ર સાથે અશ્વરથમાં બિરાજમાન કરેલ હતી, જેમાં આગળ લેજીમ સંઘ સાથે બૌદ્ધ ઉપાસક, ઉપાસિકાઓ ચાલતા હતાં અને બૌદ્ધધમ્મ કી ક્યા પહેચાન, માનવ - માનવ એક સમાન, બુદ્ધમ શરણમ્ ગચ્છામી, ધમ્મશરણમ્ ગચ્છામી, સંઘમ શરણમ્ ગચ્છામીના નાદ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઈ હતી, જે સાંજના ૭.૦૦ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, લાલબંગલા સર્કલે પહોંચી હતી, જ્યાં વંદન સભામાં પરિવર્તિત થયેલ હતી.
આ કાર્યક્રમમાં મંત્રી મનજીભાઈ કે. મકવાણાએ નેશનલ બ્રધર્સ હુડના રમેશભાઈ ઝેન, એડવોકેટ એન.વી. ગોહિલ તથા બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દકુમાર મકવાણાએ બૌદ્ધ ધર્મ વિશે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. આ કાર્યક્રમમાં મેઘજીભાઈ સીંગરખીયા, દિપક ગોહિલ, એન્જિનિયર અનિલ કંટારીયા, સિદ્ધાર્થ શાક્ય, નિલેશ વાનખેડે, નીતિન બોદ્ધ, સુુદ્ધોધન પાંડે, કિશોરભાઈ કંટારીયા, ખીમજીભાઈ ચૌહાણ, કનુભાઈ ગોહિલ, શામજી પરમાર, લેજીમ માસ્ટર રામભાઉ મણવર તેમજ મહિલા સંઘના નયનાબેન વાણવી, વિજયાબેન સિંધવ, વિલાસબેન કંટારીયા, રેખાબેન રાઠોડ, શાંતાબેન વાઘેલા, વર્ષાબેન ગોહિલ, કમળાબેન પરમાર, કુમારી કોમલબેન, કુમારી વૈશાલીબેન મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન વિનોદ રાઠોડે કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial