Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે
જામનગર તા. ૨૯ : શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી-જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન બુધવાર તા. પ-૬-ર૪ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે. તથા નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેસર વિભાગ દ્વારા એક્યુપ્રેસર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં મરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા તેમની સેવા આપશે. તો ઉપરોકત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરેલ છે. રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે તેમ શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial