Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં નકલી બિયારણોના હાટડા સામે કડક પગલા ઉઠાવવા માંગણી :
ખંભાળીયા તા. ર૯ : ગુજરાતમાં બેલગામ તથા બેફામ બનેલા 'બીજ માફિયા'ઓ પર કડક પગલા કાયદાની કિસાન કોંગ્રેસે માંગ ઉઠાવી છે, અને ગંભીર આક્ષેપો કર્યા છે.
દ્વારકા જિલ્લાના અગ્રણી તથા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરીને 'બીજ માફિયા' બનેલા હોય તેમની સામે કડક પગલા કાયદા કરવા માંગ કરી છે.
તેમણે જણાવેલ કે છેલ્લા દશેક વર્ષથી ગુજરાતમાં નકલી બિયારણોના બીજ માફિયાના હાટડા ખુલ્લેઆમ ધમધમે છે ત્યારે સવાલ થાય કે ભાજપના આલીશાન 'કમલમો' બનાવવા માટે બીજ માફિયાઓ પાસેથી પૈસા ઉઘરાવાનો રપ/પ૦ સ્કવોડની રચના નહીં થઈ હોય? જે સ્કવોડ હપ્તા ઉઘરાવી ભાજપને આપે અને તેના કમલમો બને!!
એમ કહેવાય છે કે ગત વર્ષે નકલી બિયારણ ઉત્પાદકોનું એક સંગઠન બનેલું અને નકલી બિયારણને વેચાણ માટે ખાસ સ્ટીકર બનાવેલું આ સ્ટીકર જે બેગ પર હોય તેને તંત્ર પકડતું નહતું!! કિસાન કોંગ્રેસે આ સ્ટીકર જાહેર માધ્યમોમાં દેખાડીને સરકારને પગલા લેવા કહેલું પણ રાજ્ય સરકારે કંઈ પગલાં લીધા નહીં !!
બે દિવસ પહેલા એક ટી.વી. ચેનલમાં કૃષિ મંત્રીએ કીધુ કે નકલી બિયારણ અંગે કડક કાર્યવાહી થશે કોઈ અધિકારી સંડોવાયેલ હશે તો તેને પણ નહીં છોડાય !! પણ પાંચ વર્ષમાં કયાં ચમરબંધી પકડાયા તેના નામ તો જાહેર કરો?
ખેતી નિયામકે ૧૮/૧૯ સ્કવોડની રચના કરીને ૭૦૭ જેટલા નમુના લેવાયાનું જાહેરમાં કહ્યું છે ત્યારે અનેક સવાલો સરકારની કામગીરી સામે થાય છે.
શું એડવાઈઝરી જાહેર કરવાની સરકારની ફરજ પૂરી થઈ ગઈ? રજીસ્ટર્ડ કંપની પાસેથી દવા ખાતર ખરીદવું પણ તેની યાદી કયાં? બીજ નિગમે કેટલું બીજ ઉત્પાદન કર્યું કેવી રીતે વાપરવું તેની માહિતી આપી છે? જે બીજ નિગમ પોતે મૃતઃપ્રાય સ્થિતિમાં છે જેની પાસે ૧૦ થી વધુ સ્ટાફ નથી તે ગુજરાત આખામાં બિયારણ કેમ પૂરૃં પાડી શકે? ૩૦ વર્ષથી ભાજપ ગુજરાતમાં છે. ૩૦ વર્ષમાં કોઈ એક પાકનું સંશોધન બિયારણ બનાવ્યું હોય તો જાહેર કરો!! બીજ સંશોધન કેન્દ્રો તથા કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ લાખોનો પગાર એમ જ લે છે? ૩૦ વર્ષ પહેલાં કોંગ્રેસ સ્થાપેલી લેબોરેટરી હતી નવી ૩૦ વર્ષમાં બની છે? સ્કવોડ દ્વારા ઢગલો નમૂના લેવાયાની જાહેરાતો થઈ પણ તેમાં કેટલા નેગેટીવ, પોઝિટિવ, શું પગલા? કેટલી કંપની બ્લેકલીસ્ટ થઈ? તેનું કંઈ નહીં!!
નકલી બિયારણો વેચનાર સામે સજાની શી જોગવાઈ? ખેડૂતોને પૂરી શંકા છે કે સ્કવોડની રચના એટલે તો નથી થઈ ને એગ્રોની દુકાને હપ્તા નકકી કરે અને પછી તેનો ઉપયોગ સત્તાધારી પક્ષ કરે.
ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા રેડ પાડીને નકલી બિયારણ પકડીને કેસ કરાવાયો તો ૩૦૦ રૂપિયા દંડ લઈ છોડી દેવાયો જેથી વીજ માફિયા બેફામ થયા હોય કડક પગલાની માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial