Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'નોબત' ના સૌજન્યથી
જાણીતી સેવાકીય સંસ્થા જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા ખંભાળીયાના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વેચાણ શ્રી કાનજી ચતુર ધર્મશાળામાં કરવામાં આવ્યું જેનો વિદ્યાર્થીઓએ વધુ પ્રમાણમાં લાભ લીધો, આ સેવાકીય કાર્યમાં શ્રીરામ નમકીન હસ્તે, જેમીનીબેન મોટાણી દ્વારા બાળકોને કેરી બેગ આપવામાં આવી, આ સેવાકીય કાર્યમાં જેમીનીબેન મોટાણી, દીપાબેન પોપટ, કાજલબેન પંચમતિયા, પૂનમબેન કાનાણી, શીતલબેન સોનૈયા, બંસીબેન રાજાણી, વિજયાબેન કાનાણી, દિવ્યાબેન પાંઉ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. તેમ જ સમગ્ર આયોજન સૌરાષ્ટ્ર ઝોનના ટ્રસ્ટી સપનાબેન મુકેશભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉમદ્ કાર્યમાં ખૂબ જ સારો એવો સહકાર આપવા માટે શ્રી રામ નમકીન, નોબત પરિવાર તેમજ ખંભાળીયાની જનતાનો જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈના ચેરપર્સન પ્રીતિબેન દોશી તેમજ ટ્રસ્ટી શ્રી ડોકટર દિલીપભાઈ અમલાણી દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો. જામ ખંભાળીયામાં સ્કૂલના વિદ્યાર્થીઓને નોબતના સૌજન્યથી ૧૦ હજારથી વધુ ચોપડાનું વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial