Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૭ મી મે ના ઓલટાઈમ હાઈ થયા પછી ર૩૯પ પોઈન્ટનો કડાકો
મુંબઈ તા. ર૯ : આજે શેરબજારમાં મોટો કડાકો સેન્સેકસે ૭પ હજારની સપાટી ગુમાવી છે. આ પહેલા ર૭ મે ના સેન્સેકસ ઓલટાઈમ હાઈથી બે ટ્રેડિંગ સેશનમાં ર૩૯પ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફટીમાં ૩૯૧ પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. આજે પણ પ્રારંભે કડાકો બોલ્યો છે.
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ તેમજ આવતીકાલે એફએન્ડઓ એકસપાયરીના પગલે સેટલમેન્ટનું પ્રમાણ વધતા શેરબજાર આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેકસે સળંગ ચાર ટ્રેડિંગ સેશન સુધી જાળવી રાખેલી ૭પ હજારની સપાટી આજે તોડી છે. રોકાણકારોની મૂડીમાં રૂ. ૧.૩૯ લાખ કરોડનો ઘટાડો થયો છે.
આજે સેન્સેકસ ૭૪૮ર૬.૯૪ પર ખૂલ્યાં પછી પપ૬.ર૧ પોઈન્ટ તૂટી ૭૪૬૧૪.ર૪ ની બોટમે પહોંચ્યો હતો. ૧૧.૦૦ વાગ્યે પર૧.૧૬ પોઈન્ટ તૂટી ૭૪૬પ૦ પર કારોબાર થઈ રહ્યો છે. નિફટી ૧૪૮.૯૦ પોઈન્ટ તૂટી રર૭૩૯.રપ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેકસે ર૭ મેના રોજ ૭૬૦૦૯.૬૮ની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા પછી બે ટ્રેડિંગ સેશનમાં સમાચાર લખાય છે. ત્યાં સુધીમાં જોવા મળેલી બોટમ ૭૪૬૧૪.ર૪ પોઈન્ટ સામે ર૩૯૪.૪૪ પોઈન્ટ તૂટ્યો છે. નિફટીમાં પણ તેની સર્વોચ્ચ ટોચથી ૩૯૧ પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. બીએસઈ માર્કેટ કેપ ૪ર૦.ર૩ લાખ કરોડની ટોચે નોંધાયા બાદ ચાર ટ્રેડિંગ સેશનમાં ૪.૬પ લાખ કરોડ ઘટ્યું છે.
બીએસઈમાં ટ્રેડેડ કુલ ૩૬ર૭ સ્ક્રિપ્સમાંથી ૧પ૬૪ સુધારા તરફી અને ૧૯૧૬ શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ૧૧ર શેર્સ વર્ષની ટોચે અને ૩પ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. ૧૬૪ સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે અને પેટીએમમાં પ ટકા લોઅર સર્કિટ સહિત ર૧૪ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી છે. સેન્સેકસ પેકના છ શેર્સ પાવર ગ્રીડ (૧.પ૩ ટકા), નેસ્લે (૦.૯૯ ટકા), સન ફાર્મા (૦.૬૭ ટકા), ભારતી એરટેલ (૦.૧૪ ટકા), બજાજ ફાઈનાન્સ (૦.૦૪ ટકા), એચસીએલ ટેક (૦.૦ર ટકા) સુધર્યા છે. જ્યારે અન્ય ર૪ શેર્સ ૧.૬૬ ટકા સુધી તૂટ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial