Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વોચ્ચ અદાલતે તત્કાલ સુનાવણીની માંગ ઠુકરાવી
નવી દિલ્હી તા. ર૯ : સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન લંબાવવાની અરજી ફગાવી દેતા કેજરીવાલને બીજી જૂને પૂનઃ જેલમાં જવું પડશે.
દિલ્હી એકસાઈઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો. સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે વચગાળાના જામીનને ૭ દિવસ આગળ વધારવાની માગ કરતી અરજીને સુપ્રિમકોર્ટે ફગાવી દીધી હતી. જેનો મતલબ એ છે કે હવે કેજરીવાલે ર જૂને સરેન્ડર કરવું પડશે.
સુપ્રિમ કોર્ટના રજીસ્ટારે અરજી સ્વીકારવાનો ઈનકાર કરતાં કહ્યું કે કેજરીવાલને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની છૂટ અપાઈ છે એટલા માટે તેમની અરજી સુનાવણી યોગ્ય નથી. મંગળવારે જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની વેકેશનલ બેન્ચે મુખ્યમંત્રી તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળી અને કહ્યું કે વચગાળાની જામીન અરજી પર નિર્ણય સીજેઆઈ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર બહાર છે. તેઓના ૧ જૂને જામીન પૂર્ણ થઈ રહ્યા છે. ર જૂને તેમણે સેરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ કેજરીવાલે એક અઠવાડિયાનું એકસટેન્શન માગ્યું હતું. જેને લઈને અરજી કરતા કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે કેજરીવાલની અરજી યોગ્ય નથી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે તેણે ર જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન ૭ દિવસ માટે વધારવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે રજીસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી, તેથી હવે બીજી જૂને કેજરીવાલે પૂનઃ જેલમાં જવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial