Advertisement
Author: નોબત સમાચાર

બીમાર પડી ગયા પછી વનાણા ગામના પરિણીતાનું થયું મૃત્યુ

પોલીસે પતિનું નિવેદન નોંધ્યું:

જામનગર તા. ૨૯: જામજોધપુર તાલુકાના વનાણા ગામના એક મહિલા બીમાર પડી ગયા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે મૃતકના પતિનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં દરબારપરામાં રહેતા શિલ્પાબેન ધર્મેશભાઈ ખીંટ ઉર્ફે શિલાબેન (ઉ.વ.૨૩) નામના પરિણીતા છેલ્લા છએક દિવસથી બીમાર હતા.

આ મહિલાને સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પતિ ધર્મેશભાઈ ઉર્ફે ધમા કરશનભાઈ ખીંટનું નિવેદન નોંધી જામજોધપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh