Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિના ખાતામાં પૈસા જમા કરાવવાથી દહેજ ન ગણી શકાયઃ
જામનગર તા. ર૯: જામનગરના એક યુવતીએ અમદાવાદમાં રહેતા તબીબ પતિ અને અન્ય સાસરિયા સામે દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મુકાયાની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં બચાવપક્ષે પત્નીએ બેંકમાં પતિના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાથી દહેજનો ગુન્હો સાબિત ન થઈ શકે તેવી દલીલ કરતા અદાલતે તેને મંજૂર રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના દર્શનાબેન બકુલભાઈ નામના યુવતીએ અમદાવાદના ડો. જગદીશ દેવજીભાઈ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે પછી આ દંપતીને બે બાળકોની પ્રાપ્તિ થઈ હતી. આ મહિલાએ પતિ તેમજ સાસુ, સસરા, કાકાજી ત્રાસ આપતા હોવાની અને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકયાનું જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલવા પર આવતા અદાલતમાં દર્શનાબેને પોતાના બંેક ખાતામાંથી પતિના ખાતામાં અવારનવાર પૈસા જમા કરાવ્યા હોવાની એન્ટ્રી રજૂ કરી હતી. તેની સામે બચાવપક્ષે દલીલ કરી હતી કે, પત્નીએ બેંકમાં પતિના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાથી દહેજનો ગુન્હો સાબિત થતો નથી, મારકૂટના એમએલસી કાગળ રજૂ થયા નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીપક્ષનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial