Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે ૭પ કલાકમાં એક્ઝિટ પોલના પરિણામો...
નવી દિલ્હી તા. ર૯: આજે બપોરથી પહેલી જૂનની સાંજે ૬ વાગ્યા સુધીનો સમયગાળો પસાર થાય તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હશે, અને લગભગ ૭પ કલાકમાં લોકસભાની ચૂંટણી તથા તેની સાથે થયેલી કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ-પેટાચૂંટણીઓના એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગશે, જો કે આ અનુમાનો પૂરેપૂરા સચોટ પૂરવાર થતા હોતા નથી, પરંતુ બે દિવસ માટે જિજ્ઞાસાવૃત્તિ માટે ઉત્તેજક બની જતા હોય છે. ઘણાં એક્ઝિટ પોલ્સ મહદ્અંશે સાચા પડે છે, પરંતુ ઘણાં ખોટા પણ પડતા હોય છે.
અત્યારે લોકસભાની ચૂટણીનો ઝંઝાવાતી પ્રચાર થઈ રહ્યો છે અને નિવેદનો, દાવાઓ, વાદાઓ, કાવાદાવાઓ અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની જાણે આંધી ફૂંકાઈ રહી છે. એમ કહી શકાય કે એક્ઝિ૫ોલ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
તેજસ્વી યાદવે ધડાકો કર્યો છે કે, નીતિશકુમાર લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ફરીથી પાટલી બદલીને ઈન્ડિયા ગઠબંધનમાં પાછા ફરશે. બીજી તરફ નીતિશકુમારે લાલપુપ્રસાદ યાદવે કરેલી પરિવારવૃદ્ધિ પર કટાક્ષ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે હતાશ થઈ ગયેલો વિપક્ષ તેમને ગાળો ભાંડી રહ્યો છે, તો રાહુલ ગાંધીનો કથિત કટાક્ષ છે કે અદાણીને મદદ કરવા જ કુદરતે મોદીને મોકલ્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે વિવાદ જાગ્યો છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવનું નામ લીધા વિના કહ્યું કે ભ્રષ્ટાચારીઓ જેલમાં જશે, તેના સંદર્ભે પણ વિવાદ જાગ્યો છે. મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક (ખડક) પર ધ્યાન કરવા જવાના હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે.
ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે ઓડિસામાં નવીન પટનાયકની સરકાર વિદાય લઈ રહી છે, તો કોંગી નેતા મલ્લિકાર્જુન ખડગે કહે છે કે કેન્દ્રની ભાજપની સરકારની વિદાય નિશ્ચિત છે, અને ચોથી તારીખ પછી અમે (વિપક્ષી ગઠબંધન) સત્તામાં આવશે.
મણિશંકર ઐયરે વર્ષ ૧૯૬ર માં ચીને ભારત પર 'કથિત રીતે' હુમલો કર્યો હતો, તેમ કહ્યા પછી તેમણે માફી માંગવી પડી છે, તો રામ ઈકબાલસિંહ નારાજ થતા સમાજવાદી પાર્ટીને ફટકો પડ્યો છે.
આજે પ્રચાર પરાકાષ્ટાએ છે, ત્યારે લોકો તેની મોજ લઈ રહ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial