Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢસો વખત થીગડા મારવા છતાં
રાજકોટ-વાડીનાર નેશનલ હાઈ-વેમાં ઝાંખર-વાડીનાર વચ્ચેના ૧૧ કિ.મી.ના માર્ગમાં એક હજાર ખાડા પડ્યા હોવાથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રસ્તો વર્ષો પહેલા નવો બન્યો હતો. આ પછી દોઢસો વખત આ રસ્તો રીપેર કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. ૧૧ કિ.મી.ના માર્ગમાં ૧૦૦૦ ખાડા પડ્યા છે. આથી ગ્રામજનો, વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વાહનોમાં નુક્સાન થાય છે, ક્યારેક અકસ્માતના પણ બનાવ બનતા રહે છે. લોકો પરેશાન થઈ રહ્યા છે, છતાં તંત્ર પગલાં લેવાના બદલે તમાસો જોઈ રહ્યા છે. બે માસ પહેલા જ આ માર્ગ માટે ૧૧ કરોડની રકમ મંજુર થઈ છે, પરંતુ તે કામ ક્યારે થશે? નયારા કંપનીના વાહનોની સતત અવરજવરથી માર્ગ બિસ્માર બન્યો છે, છતાં તંત્ર પગલાં લેતું નથી ઝાંખર, વાડીનાર, સિંગચના લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આમ ભાજપના શાસનમાં લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકો એવું પણ ચર્ચા કરતા સાંભળવા મળે છે કે કોંગ્રેસને આ વિસ્તારમાંથી વધુ મત મળતા હોવાથી કામ થતું નથી. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. સત્વરે તંત્રવાહકો માર્ગ મરામતની કામગીરી હાથ ધરે તેવી લોક માંગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial