Advertisement
Author: નોબત સમાચાર

સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરનો જેલવાસ લંબાયોઃ અદાલતે જામીન અરજી ફગાવી

તરૂણ વિદ્યાર્થી સાથે કર્યા હતા અણછાજતા અડપલાં:

જામનગર તા. ૨૯: જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરે તરૂણ વયના વિદ્યાર્થી સાથે અણછાજતા અડપલાં કરતા વિદ્યાર્થીએ વાલીને જાણ કરી હતી અને તે પછી શાળાના મેનેજમેન્ટે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે રહેલા આ શખ્સે જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગર-જોડિયા ધોરી માર્ગ પર આવેલા બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે અણછાજતા અડપલાં કરનાર આ શાળાના બેન્ડ માસ્ટર રાજસ્થાનના પવનકુમાર જગદીશચંદ્ર ડાંગી સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

સૈનિક સ્કૂલના પ્રિન્સીપાલે અણછાજતી હરકત કરનાર આ શખ્સ સામે ફરિયાદ કર્યા પછી તેની સામે ફીટકાર વરસ્યો હતો. પોલીસે કાનૂની કાર્યવાહી કરી આરોપીને અદાલતમાં રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ શખ્સે જામીન મુક્ત થવા અરજી કરી હતી.

ઉપરોક્ત જામીન અરજી ચાલવા પર આવતા તેની સામે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલો તથા તપાસનીશ પોલીસ અધિકારીએ કરેલા સોગંદનામાને ધ્યાને લઈ અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh