Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરવાનગી રિન્યૂ કરાવવાની પ્રક્રિયા ચાલુ હોઈ
જામનગર તા. ર૯: રાજકોટના ગેમઝોનના અગ્નિ અકસ્માતના બનાવ પછી સફાળી જાગેલી રાજ્ય સરકારે કડક પગલા લેવાનું શરૂ કરી રાજ્યભરના ગેઈમ ઝોન બંધ કરાવાયા પછી જામનગરના બે વોટર પાર્કને પણ જરૂરી પૂર્તતા કરવા માટે બંધ કરાવવામાં આવ્યા છે.
રાજકોટની કરૂણાંતિકા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. બીજી તરફ એકશનમાં આવેલી રાજ્ય સરકારે કડક પગલાના આદેશ આપ્યા છે. આથી ગેઈમઝોન બંધ કરાવી દેવાયા છે તો હવે હોસ્પિટલ, શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ વગેરેમાં ફાયર સુવિધા સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
બીજી તરફ જામનગર નજીક રાજકોટ માર્ગે આવેલા વેલકમ અને હોલી-ડે વોટર પાર્કને હાલ પૂરતા બંધ કરાવવામાં આવ્યા છે.
જો કે બન્ને પાસે મંજુરી ઉપલબ્ધ છે પરંતુ તેની રિન્યુઅલ કામગીરી ચાલુ હોવાથી હાલના ધોરણે બન્ને વોટરપાર્ક બંધ કરાવી દેવાયા છે અને જરૂરી પૂર્તતા પછી બન્ને વોટર પાર્ક પુનઃ ખોલવામાં આવશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial