Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના ૨૪ મૃતકના ડીએનએ મેચઃ ૧૯ મૃતદેહ પરિજનોને સુપ્રત

ત્રણ મૃતકના સગા બહારગામ હોઈ કાલે જ સેમ્પલ લઈ શકાયા હતાઃ

રાજકોટ તા. ૨૯: રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૪ મૃતકના ડીએનએ મેચ થયા છે. તેમાંથી ૧૯ મૃતકના મૃતદેહને પરિજનોને સોંપાયા છે. નોંધનીય છે કે ત્રણ મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા હતા.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી ૨૪ મૃતકના ડીએનએ મેચ થયા છે જેમાં એફએસએલના રિપોર્ટ પછી ૨૪ મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે. તેમજ ૨૪માંથી ૧૯ મૃતકના મૃતદેહને પરિજનોને સોંપાયા છે. ત્રણ મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા હતા. હજુ પણ કેટલાક મૃતકોના ડીએનએ રિપોર્ટની કાર્યવાહી ચાલુ છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનાના ૨૪ મૃતકના ડીએનએ મેચીંગના આધારે ઓળખ કરાઈ છે. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની દુૃઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચીંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચીંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગા-વ્હાલા બહારગામ હોવાથી, આજે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

મંગળવારે સાંજ સુધીમાં કુલ મળીને ૨૪ મૃતદેહની ડીએનએ મેચીંગના આધારે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૯ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪), સ્મિત મનિષભાઈ વાળા (ઉ.રર), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧) સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા) (ઉ.૩૦), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯), હિંમાશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪), સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.રર), નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯), જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨), વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦), દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧ર), રાજભા પ્રદી૫સિંહ ચૌહાણ (ઉ.૧૫), નિરવ રસીકભાઈ વેકરીયા, શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫), ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪), વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)નો સમાવેશ થાય છે. એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે રાજકોટ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સંકલનમાં રહીને દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh