Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રના સંબંધિત વિભાગો-અધિકારીઓને મંજુરીની નકલ પણ મોકલાઈ હતીઃ સૂત્રો
રાજકોટ તા. ર૯: રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ થયો છે. ગેમ ઝોનને પરમિશન હતી, અને તંત્રની બેદરકારીએ ર૮ ના જીવ લીધા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
રાજકોટમાં અગ્નિકાંડમાં અનેક જીવના દીપ બૂઝાઈ ગયા છે, ત્યારે હવે ગેમઝોનની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી છે. જેમાં શહેર પોલીસ દ્વારા ગેમ ઝોનની પરમિશન આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે, આ પરમિશનને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ અમારી પાસે આવી કોઈ પરમિશનની અરજી ન આવી હોવાની વાત કરી રહ્યા હતાં, જો કે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએથી જે પરમિશન આપવામાં આવી હતી તેની નકલ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર, શહેર માર્ગ-મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી યુવરાજસિંહ સોલંકીને તા. ર૭-૧૧-ર૦ર૩ ના પરમિશન આપવામાં આવી હતી. નોંધનિય છે કે, જો અધિકારીઓએ ગેમઝોનને પરમિશન આપતા સમયે જો યોગ્ય તપાસ કરી હોત તો ર૮ ના જીવ બચી શક્યા હોત.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપ્રત કરી દીધો છે. સૂત્રોના મતે સીટે બી દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં. આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડક્તરી રીતે જોડાયેલા મ્યુનિ. કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાક શાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.
આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક હેવાલ આવે તે પહેલા જ ચૂંટણી પંચની મંજુરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર તથા મ્યુનિ. કમિશનર સહિત ચાર આઈએએસ-આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial