Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નવાગામ ઘેડમાં ઉઘરાણી મામલે વેપારીનું છરીનો ઘા ઝીંકી ઢાળી દેવાયું ઢીમ

જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યું ટોળુઃ આરોપીની શોધખોળ હાથ ધરાઈઃ

જામનગર તા. ૨૯: જામનગરના નવાગામ ઘેડમાં કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીએ બાકી પૈસાની ઉઘરાણી કરતા એક શખ્સે ગઈકાલે સાંજે વેપારી પર છરીથી હુમલો કરી તેઓને લોહીલોહાણ કરી નાખ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેની સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગોપાલ ચોક નજીકની રાઠોડ ફળીમાં રહેતા સહદેવસિંહ નામના વેપારી ગઈકાલે સાંજે આઠેક વાગ્યે પોતાની દુકાને હાજર હતા. આ વેળાએ ત્યાં આવેલા જયદીપસિંહ કેશુભા વાળા ઉર્ફે મુંગા નામના શખ્સ પાસે તેઓએ ઉઘરાણી કરી હતી.

સહદેવસિંહ પાસેથી ઉધારમાં જયદીપસિંહ માલ સામાન લઈ ગયો હતો તેના બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરાતા જયદીપસિંહ ઉશ્કેરાયો હતો. તેણે અચાનક જ છરીથી હલ્લો કરી દીધો હતો. આ શખ્સે પોતાના નેફામાંથી છરી બહાર કાઢી તેનો એક ઘા સહદેવસિંહને ડાબી છાતીમાં પડખા તરફ મારી દેતાં લોહીલોહાણ બની સહદેવસિંહ ઢળી પડ્યા હતા.

આ વેળાએ મચેલા દેકારા વચ્ચે આરોપી પલાયન થઈ ગયો હતો. ત્યાં હાજર લોકોએ સહદેવસિંહને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને સારવાર આપવાનો પ્રયત્ન કર્યાે હતો પરંતુ સહદેવસિંહે અંતિમ શ્વાસ લેતાં આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.

કરિયાણાના સામાનના બાકી પૈસાની ઉઘરાણી કરનાર વેપારીને છરી હુલાવી દેવાયાની જાણ થતાં સિટી બી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ અને એલસીબીની ટૂકડી દોડી આવી હતી. એક તબક્કે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. પોલીસે કિશોરસિંહ નવલસિંહ રાઠોડની ફરિયાદ પરથી આઈપીસી ૩૦૨, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ જયદીપસિંહ કેશુભા વાળા ઉર્ફે મુંગા સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh