Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્માર્ટ મીટર લગાડવા અધીરા થયેલ વીજતંત્રના નગરસીમ વિસ્તારોમાં સોલાર મીટર લગાડવામાં ઠાગાઠૈયા

સોલાર પેનલ લાગી ગયાના મહિના પછી પણ મીટર ન લાગતા ગ્રાહકોને નુક્સાનઃ

જામનગરમાં હાલ સ્માર્ટ મીટરનો મુદ્દો ગરમ છે ત્યારે ગરીબો અને મધ્યમ વર્ગના ઘરોમાં સ્માર્ટ મીટર લગાડવા માટે અધીરા થયેલા પીજીવીસીએલ પાસે સોલાર પેનલો ફીટ કરાવેલ ગ્રાહકોના ઘરે સોલાર મીટર લગાડવાનો ટાઈમ નથી એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

નગરસીમ પેટા વિભાગ અંતર્ગત આવતા શહેરના નગરસીમ વિસ્તારોમાં ઘણાં ગ્રાહકોએ વીજબીલનો ભાર ઓછો કરવા સોલાર પેનલો લગાડાવી છે, પરંતુ તેમાંથી ઉત્પન્ન થતા યુનિટની ગણતરી માટે જરૂરી સોલાર મીટર લાગ્યા નથી.

સોલાર પેનલો જે તે કંપનીઓ લગાવે છે જ્યારે તેને સંલગ્ન મીટર વીજ તંત્ર દ્વારા લગાડવામાં આવતા હોય છે, પરંતુ જામનગરમાં ખાસ કરીને નગરસીમ વિસ્તારોમાં કેટલાય ગ્રાહકોના ઘરે સોલાર પેનલ લાગી ગયાના એક મહિના પછી પણ સોલાર મીટર લાગ્યા નથી એટલે કે આ સમય દરમિયાન સોલારથી ઉત્પન્ન થયેલ વીજળીની ગણતરી નોંધાઈ નથી જે ગ્રાહકોનું નુક્સાન છે.

વીજબીલ ભરવામાં વિલંબ થાય તો તગડું વ્યાજ વસૂલતું પીજીવીસીએલ તેના કારણે ગ્રાહકને થતા નુક્સાન માટે જવાબદાર નથી? હું પીજીવીસીએલ એના માટે ગ્રાહકને વળતર ચૂકવશે? સોલાર મીટર લગાડવામાં થતા વિલંબ માટે સોલાર મીટર તથા તેની પેટીની અછત હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે. આખરે કોઈપણ કારણસર સોલાર મીટર ન લાગતા નુક્સાન તો ગ્રાહકોનું જ થઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh