Advertisement
Author: નોબત સમાચાર

'વર્લ્ડ નો ટોબેકો ડે' નિમિત્તે વિવિધ કાર્યક્રમો

જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા

જામનગર તા. ર૯ : જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ૩પ વર્ષથી કેન્સર અંગે જાગરૂકતા ફેલાવી તેનું વહેલું નિદાન કરી કેન્સર મુકત સમાજની રચના કરવાના ઉદ્દેશ્યથી કાર્યરત છે.

દર વર્ષે ૩૧ મે વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તા. ૩૧ મે 'વર્લ્ડ નો ટોબેકો ડે' નિમિત્તે 'પ્રોટેકટીંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટરફેસ'ના થીમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અનુસંધાને નેશનલ ઓન લાઈન કોન્ટેસ્ટ વીથ ટોબેકો મોનીટર સાથે ડ્રોઈંગ કોન્ટેસ્ટ, પેન્સિલ શેડીંગ, રીલ મેકીંગ, ફોટોગ્રાફી, પોસ્ટર ડિઝાઈનીંગ, મીમ ક્રીએશન, શોર્ટ સ્ટોરી રાઈટીંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું ઓનલાઈન આયોજન ૮ થી ૧૮ વર્ષના વયજુથના બાળકો તથા ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો માટે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સી.એ. ઋષભભાઈ ઠકકરનો (૯૯૧૩૮ ૮૧૦૩૩)સંપર્ક કરવો.

યુવાવર્ગને તાણમુકત કરવા હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ સાથે તા. ૩૦,૩૧ મે અને ૧ જુના ર૦ર૪ ના ઓનલાઈન હાર્ટફૂલ મેડીટેશન સાંજે ૬ થી ૭ દરમિયાન ઓનલાઈન આયોજન કરાયું છે.

આ મેડીટેશન સેમિનારમાં ભાગ લેવા માટે નીરજભાઈ જોષીનો (૭૮૬ર૦ર૬૯૩પ) સંપર્ક કરવો.

તા. ર જુનના સવારે ૬-૩૦ કલાકે સાયકલ-સ્કુટર રેલીનું આયોજન કરાયું છે. આ રેલી મહેસુલ સેવાસદનથી શરૂ થઈ એમ.પી.શાહ કોલેજ પાસે પૂર્ણ થશે. રેલીમાં ભાગ લેવા માટે અમરજીતસિંઘ અહલુવાલીયાનો (૯૩ર૭૧ ૬૧૪૯૦) સંપર્ક કરવો. સામાજિક સંસ્થા તથા જ્ઞાતિમંડળ સાથે વ્યસનમુક્તિ અંગેના નાટકના વીડિયોશોના આયોજન માટે સેક્રેટરી ભૂપેશભાઈ શાહનો (૯૪ર૮૬ ૬૯૯૧૪) સંપર્ક કરવો. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સંસ્થાઓ પણ જોડાનાર છે. આ બધા કાર્યક્રમમાં દરેક નાગરિકને જોડાવા સંસ્થાના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરીયા તથા ઉપપ્રમુખ ગીતા સાવલાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh