Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પડેલા દિવસોનો પગાર ચૂકવાશેઃ
જામનગર તા. ર૯: ખંભાળિયા પાસે આવેલી એક ફેક્ટરીમાં કામ કરતા કામદારને નોકરી પરથી છૂટા કરી દેવાતા તેઓએ મજૂર અદાલતમાં કેસ કર્યાે હતો. અદાલતે તેઓને પડેલા દિવસોના પુરા પગાર સાથે નોકરી પર પરત લેવા હુકમ કર્યાે છે.
ખંભાળિયા પાસે આવેલી દાલમિંયા રીફેક્ટરીર્સ-નટરાજ સિરામિક એન્ડ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડમાં ફરજ બજાવતા પ્રદ્યુમનસિંહ મદારસંગ જાડેજા નામના કામદારને નોકરીમાંથી છૂટા કરી દેવાતા તેઓએ મજૂર સેવા સંઘ મારફત જામનગર લેબર કોર્ટમાં કેસ કર્યાે હતો.
તે કેસ ચાલી જતાં અદાલતે આ કામદારને પડેલા દિવસોના પુરા પગાર સાથે સળંગ નોકરી ગણી નોકરી પર પરત લેવાનો અને પગારની રકમ ન ચૂકવાય ત્યાં સુધી નવ ટકા વ્યાજ પણ આપવાનો હુકમ કર્યાે છે. કામદાર તરફથી વકીલ હમીદ દેદા તથા તારમામદ સમા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial