Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્યાઓ-માંગણીઓ-પડતર પ્રશ્નોની લાંબી યાદી કરી રજૂઃ
ખંભાળિયા તા. ર૯: રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારોની પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી તથા સચિવને રૂબરૂ રજૂઆતો કરી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા સચિવ ડો. વિનોદ રાજને રૂબરૂ મળીને પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરીને ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી હતી.
ટી.એ.ટી.ના અધિકારીઓના મોટા અર્થઘટનથી આચાર્યોનો પ-૧-૬પ નો ઈજાફાનો પ્રશ્ન હજુ પડતર છે જે તાકીદે હલ કરવા, ૧પ૦૦ જેટલી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. વયનિવૃત્તિથી પણ ખાલી હોય, જુન માસમાં શાળા ખૂલતા જ કાર્યવાહી ભરતીની થાય તે માટે વ્યવસ્થા ગોઠવવા રાજ્યમાં વર્ષોથી ક્લાર્ક તથા પટાવાળાની ખાલી જગ્યાઓ હોય, વહીવટી સહાયક તથા સાથી સહાયકોની તુરત નિમણૂક કરવા, હાલ શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકો નીમવામાં આવે છે, પણ કેટલાક સ્થળે તેઓ હાજર ના થતાં તથા ક્યાંક નિવૃત્ત થતાં શિક્ષકોને લીધે જગ્યાઓ ખાલી હોય, પ્રતીક્ષા યાદીનો ત્રીજો રાઉન્ડ કરીને ખાલી જગ્યા પૂરવા માંગ કરી છે. જ્ઞાન સહાયકની ભરતી હંગામી હોય, પ્રવાસી શિક્ષકોની જેમ જો જિલ્લા કક્ષાએ થાય તો તેની કામગીરી ઝડપથી થાય તેમ હોય, જ્ઞાન સહાયક ભરતી જિલ્લા કક્ષાએ ગોઠવવા માંગ કરાઈ હતી.
સરકાર દ્વારા પેનલ બોર્ડ સ્માર્ટ ક્લાસ તથા કોમ્પ્યુટર લેબની ફાળવણી કરવામાં આવી છે. કેટલીયે શાળાઓમાં જે તે વખતે વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય, લાભ મળ્યો નથી તો નવી સંખ્યાને લીધે લાભ આપવા માંગ કરાઈ છે જેનો પછાત તથા અંતરિયાળ ગામોને લાભ મળે.
અગાઉ રાજ્ય સરકાર સાથે બેઠકમાં નક્કી થયેલ કે ગ્રાન્ટેડ શાળાઓને માધ્યમિક તથા ઉ.મા.માં નીભાવ ગ્રાન્ટમાં ૧પ વર્ષથી કંઈ વધારો થયો નથી તો હાલ વર્ગદીઠ ત્રણ હજાર છે તેને પાંચ હજાર કરવા તથા અગાઉ સરકાર દ્વારા નક્કી થયેલા કે ૧-૪-ર૦૦પ પહેલા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ અપાશે, પણ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો તે તુરંત કરવી.
સરકારે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને કોમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ ક્લાસ આપેલ છે. જેથી શાળાઓના વીજબીલ વધ્યા છે. વપરાશ વધ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર સોલાર યોજના હેઠળ શાળાઓને પાંચ કી.વો.નું સોલાર સિસ્ટમ આપવાની માંગ કરાઈ છે તેથી આ પ્રશ્ન હલ થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને ઈન્ટરનેટ માટે ૧ર હજાર ગ્રાન્ટ આપવામાં આવે છે. તે રીતે મા.ઉ.મા. શાળાઓને પણ ૧ર હજાર ગ્રાન્ટ આપવા માંગ કરાઈ છે.
અગાઉ ર૦રર માં તત્કાલિન શિક્ષણ મંત્રી દ્વારા માધ્યમિક કે ઉ.મા. શાળાનો શિક્ષક આચાર્ય બને તો તેની નોકરી સળંગ ગણવા જણાવેલું, પણ તે અંગેનો પત્ર ના થતા નવા થતા આચાર્યો કરતા તેના જુનિયરો પગારમાં વધી જાય છે. તાજેતરમાં મદરેસા ચેકીંગના આદેશમાં અમદાવાદમાં આચાર્ય પર હુમલો થયો તે અંગે સંવેદનશીલ કામગીરીમાં કર્મચારીનું રક્ષણ તથા આદેશ વોટ્સઅપ, મૌખિક ના મોકલવા રજૂઆત થઈ હતી.
આ તમામ રજૂઆતોમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે.પી. પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, સારસ્વત સંપાદક રાકેશભાઈ પંડ્યા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial