Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીઃ પવન પ્રતિકલાક ૩૦ કિ.મી.

ગરમીથી અકળાયેલા લોકોને પવનથી રાહતઃ

જામનગર તા. ર૯: જામનગરમાં તાપમાનનો પારો એક ડીગ્રી ઉપર તરફ સરકતા ગરમીમાં થોડો વધારો નોંધાતા લોકો અકળાઈ ઊઠ્યા હતાં, જો કે પવનની ઝડપ વધુ રહેતા થોડી રાહત અનુભવાઈ હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને ન્યૂન્તમ તાપમાન ર૯.૬ ડીગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ મહત્તમ ૭૬ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી રપ અને વધીને ૩૦ કિ.મી.થી વધુ રહેવા પામી હતી.

આગલા દિવસે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું જેમાં એક ડીગ્રીનો વધારો થતા ગરમી વધી હતી, જો કે સરેરાશ કરતા વધુ ઝડપે પવન ફૂંકાતા થોડી રાહત મળી હતી. સૌરાષ્ટ્રના અન્ય શહેરોની સરખામણીએ જામનગરમાં ગરમીનું પ્રમાણ ઓછું નોંધાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh