Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના નાગડાના મહિલા સરપંચનો પુત્ર રૂ. ૧.૧૦ લાખની લાંચ લેતો ઝડપાયો

માતા-પુત્રએ માંગી હતી લાંચઃ એસીબીએ બંને સામે ગુન્હો નોંધી કરી લીધી ધરપકડઃ

જામનગર તા. ૨૯: ખંભાળિયા તાલુકાના નાગડા ગામમાં સિંહણ નદીના પટમાંથી માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા આસામી પાસેથી નાગડા ગામના મહિલા સરપંચ અને તેના પુત્રએ રૂ. ૧,૧૦,૦૦૦ની લાંચ માંગ્યા પછી એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. ગઈકાલે છટકુ ગોઠવી સરપંચ પુત્રને પકડી લેવાયો હતો. એસીબીએ માતા તથા પુત્રની ધરપકડ કરી છે.

ખંભાળિયા તાલુકાના નાગડા ગામની સીમમાં આવેલા સિંહણ ડેમના પટમાંથી માટી કાઢવાનો ઈજારો એક આસામીએ મેળવ્યા પછી ત્યાં કામ શરૂ કર્યું હતું. તે દરમિયાન નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાખીબાઈ મેરામણભાઈ ગુજરીયા ત્યાં નિરીક્ષણ માટે આવ્યા હતા.

ત્યારપછી લાખીબાઈ તથા તેમના પુત્ર ફૂલસુર ઉર્ફે ફુલા મેરામણ ગુજરીયાએ તે કામમાં કોઈ અડચણ ન કરવા અને અન્ય હેરાનગતિ ન થાય તે માટે આ કોન્ટ્રાક્ટરને રૂ. ૧ લાખ ૧૦ હજાર આપવા માંગ્યા હતા.

લાંચની માગણી કરાતા આ કોન્ટ્રાક્ટરે દેવભૂમિ દ્વારકા એસીબી કચેરીનો સંપર્ક કર્યાે હતો. રાજકોટ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે દ્વારકા એસીબીના પીઆઈ પી.એ. દેકાવડીયાને છટકુ ગોઠવવા સૂચના આપી હતી. તે મુજબ એસીબી સ્ટાફે ગઈકાલે કોન્ટ્રાક્ટરને સમજાવટ કરી તેની વાતચીત કરવા જણાવતા સરપંચના પુત્ર ફૂલસુર મેરામણ ગુજરીયાએ લાંચ અંગે વાત કર્યા પછી તે રકમ સ્વીકારવા આરાધનાધામ રોડ પર આવવાનું નક્કી કર્યું હતું અને તે મુજબ કોન્ટ્રાક્ટર અને એસીબી સ્ટાફ પહોંચી ગયા હતા.

ત્યાં આવેલા સરપંચ પુત્ર ફૂલસુરે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ આવી પહોંચી હતી અને સ્થળ પરથી ફૂલસુરની અટકાયત કરી લીધી હતી. પાવડરવાળી તમામ ચલણી નોટ કબજે કરી ફૂલસુરને એસીબી કચેરીએ લઈ જવાયો હતો જ્યાં ફૂલસુર તથા તેના માતા અને સરપંચ એવા લાખીબાઈ મેરામણ ગુજરીયા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાયા પછી બંનેની વિધિવત ધરપકડ કરાઈ છે. ઉપરોક્ત ટ્રેપના પગલે લાંચિયા તત્ત્વો ફફડી ઉઠ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh