Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશના છીંદવાડામાં ગોઝારી ઘટના
ભોપાલ તા. ર૯ : મધ્યપ્રદેશના છિંદવાડામાં એક શખ્સે પોતાના પરિવારના ૮ લોકોની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો પોતે ફાંસીના માંચડે લટકી ગયો હતો. આ ઘટનાને પગલે છિંદવાડામાં હડકંપ મચ્યો છે.
આ ઘટના મહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ બોદલ કછારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસપી મનિષ ખત્રીએ પરિવારના ૮ લોકોની મોતની પુષ્ટિ કરી છે.
પોલીસે જણાવ્યું કે હત્યારો પરિવારજનો જ વ્યક્તિ હતો. તે માનસિક બીમાર હતો. ગત રાતે તેણે ભાઈ, ભાભી, પત્ની અને બાળકો સહિત ૮ ની હત્યા કરી દીધી. જે બાદ કે ૧૦૦ મીટર દૂર એક ઝાડ પર જઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં એક બાળક ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial