Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ઢેબર ગામમાં ડોક્ટર ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

ક્લિનિકમાં દરોડો પાડી રૂ. ૯૬,૬૩૪નો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા. ૨૯: ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં ડિગ્રી ન હોવા છતાં એક શખ્સ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો મળી આવ્યો છે. એસઓજીએ બાતમીના આધારે તેના કહેવાતા ક્લિનિકમાં દરોડો પાડી રૂ. ૯૬,૬૩૪નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આ શખ્સ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી દ્વારકા એસઓજીના જીતુભાઈ હુણ, નિતેશ સાદીયાને મળતા ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાને વાકેફ કરાયા પછી એસઓજી ટીમે ઢેબર ગામમાં હુસેની ચોકથી આગળ એક કહેવાતા ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં ભાણવડના પાતાવાડ પાસે પીપળા શેરીમાં રહેતો અબ્દુલ્લા મુબારક અઝીઝમિંયા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસે એસઓજીએ ડિગ્રી જોવા માંગતા આ શખ્સ ડોક્ટર ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ વગેરે તબીબી સાધનો મળી આવ્યા હતા. રૂ. ૯૬,૬૩૪નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh