Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતનું ગૌરવઃ ડોક્ટર બન્યા ગ્લોબલઃ
જામનગર તા. ર૯: ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ઓરલ ઈમ્પ્લાન્ટોલોજિસ્ટ્સ-અમેરિકા દ્વારા જામનગરના જાણીતા ડેન્ટલ સર્જન ડોક્ટર મેહુલ ખાખરિયાને ફેલોશીપ તથા માસ્ટરની ડીગ્રીથી સન્માનવામાં આવ્યા છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ એટલે દાંત ન હોય તેવી વ્યક્તિને ટાઈટેનિયમ મેટલના સ્ક્રુ જડબાના હાડકામાં ફીટ કરવામાં આવે છે, અને ત્યારપછી તે સ્ક્રુ ઉપર દાંત ફિક્સ કરવામાં આવી છે. ઈમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવેલા દાંત કુદરતી દાંતની જેમ જ કામ આપે છે. આ ક્ષેત્રે ડો. મેહુલ ખાખરિયાની મહારતને ગ્લોબલી નવાજવામાં આવી છે.
આઈસીઓઆઈ ની સ્થાપના ૧૯૭ર માં અમેરિકામાં થઈ હતી અને અત્યારે આઈસીઓઆઈ દુનિયાની સૌથી મોટી ડેન્ટલ ઈમ્પ્લાન્ટની સંસ્થા છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના ડેન્ટિસ્ટ ડોક્ટરને ઈમ્પ્લાન્ટ એજ્યુકેશન આપનાર સૌથી મોટી સંસ્થા છે.
સાઉથ એશિયાની આઈસીઓઆઈની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડોક્ટર મેહુલ ખાખરિયાને ફેલો તથા માસ્ટર આ બન્ને ડીગ્રીથી સન્માન કરવામાં આવ્યા હતાં.
ડોક્ટર મેહુલ ખાખરિયા જામનગરમાં ડેન્ટલ ઈમ્પ્લાન્ટની વિશ્વ સ્તરની સારવાર છેલ્લા ૧૮ વર્ષથી કરી રહ્યા છે. ૧૮ વર્ષનો બહોળો અનુભવ અને ર૦૦૦ થી પણ વધુ ડેન્ટલ ઈન્પ્લાન્ટ સર્જરી પૂર્ણ કરી લોકોને ફિક્સ દાંત આપેલ છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલોજી આંતરરાષ્ટ્રીય અને આઈસીઓઆઈના નિયમ તથા ધારાધોરણ મુજબ સર્જરી તથા તેમને ફિક્ક દાંત આપ્યા પછી વર્ષો સુધી સફળ રહેલા તમામ કેસ રજૂ કર્યા પછી તેની આંતરરાષ્ટ્રીય ડોક્ટરો દ્વારા સંપૂર્ણ રિસર્ચ કર્યા પછી આ પ્રતિષ્ઠિત ડીગ્રી આપવામાં આવે છે.
ફેલો તથા માસ્ટર એમ બન્ને ડીગ્રી એકસાથે મેળવનાર ડોક્ટર મેહુલ ખાખરિયા ગુજરાતના એકમાત્ર ડેન્ટિસ્ટ છે, અને સમગ્ર ભારતમાં આ બન્ને ડીગ્રીનું સન્માન એકસાથે ફક્ત સાત ડોક્ટરને જ મળેલ છે જેમાંના એક ડોક્ટર મેહુલ ખાખરિયા છે, તેથી રાષ્ટ્રીય ગૌરવ પણ તેઓ બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial