Advertisement
Author: નોબત સમાચાર

લીમડાલેન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી ભૂગર્ભ ગટરના પાણી શેરીઓમાં પ્રસર્યાઃ લત્તાવાસીઓ પરેશાન

જામનગર શહેરના પોશ વિસ્તાર એવા લીમડા લેન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી ભૂગર્ભ ગટરમાંથી પાણી શેરીઓમાં બાર આવી રહ્યા છે જેના કારણે ત્યાંના રહેવાસીઓમાં રોગચાળાનો ભય પ્રસર્યાે છે. ગટરના ગંદા પાણીના કારણે ગારા-કીચડ પણ થઈ રહ્યા છે અને ત્યાંથી ચાલવામાં રાહદારીઓને પણ ભારે હાલારી ભોગવી પડી રહી છે. લીમડા લેન શેરી નં. ૩માં ગરબી ચોક પાસે જ ભૂગર્ભ ગટરના પાણી બાર આવવાના કારણે લત્તાવાસીઓ દ્વારા જામ્યુકોમાં ફરીયાદો પણ કરી છે અને ત્રણેક દિવસ પહેલાં તો ખુદ મેયર દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લેઈ અને આ તકલીફ અંગે કાર્યવાહી કરવા માટે સુચનો કરવામાં આવ્યા હતાં, તેમ છતાં પણ કોઈ આજ દિવસ સુધી આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરોક્ત તસ્વીરમાં શેરીઓમાં ગારા કીચડ તેમજ ભૂગર્ભ ગટરના પાણી શેરીઓમાં ફરી વળેલા તેમજ મેયર દ્વારા અધિકારીઓને સુચના આપી રહેલા દૃશ્યમાન થાય છે.                                             (તસ્વીરઃ નિર્મલ કારીયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh