Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વૃદ્ધ સહિત બેને થઈ ઈજાઃ
જામનગર તા.૬ ઃ જામનગરની ખોડિયારકોલોની પાસે આજે સવારે અકસ્માત ર્સ્જી નાસેલા બાઈકચાલકે સરૃ સેક્શન રોડ પર વધુ એક અકસ્માત સર્જયો હતો. તે દરમિયાન તેનો પીછો કરતા બાઈકચાલકે તેને પકડી પાડ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા એક વૃદ્ધને ૧૦૮માં લઈ જવામાં આવ્યા હતા. જામનગરના ખોડિયાર કોલોની પાસે આવેલા ખોડિયાર મંદિર નજીકથી આજે સવારે એક વૃદ્ધ પોતાના બાઈકમાં જતા હતા ત્યારે ફૂલ સ્પીડમાં ધસી આવેલા અન્ય બાઈક ચાલકે તેઓને ઠોકર મારી હતી. ત્યારપછી રોડ પર પછડાયેલા આ વૃદ્ધને પડતા મુકી અકસ્માત સર્જનાર બાઈક ચાલક નાસી ગયો હતો. સ્થળ પરથી પસાર થતાં અન્ય બાઈક ચાલકે તેનો પીછો પકડ્યો હતો. સરૃ સેક્શન રોડ પર આ શખ્સે એક રેંકડીને પણ ઠોકરે ચડાવી હતી. તે દરમિયાન પાછળથી આવી પહોંચેલા બાઈકચાલકે તેને પકડી પાડ્યો હતો. ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે, અકસ્માત સર્જનાર બાઈકચાલકને પણ રેંકડી સાથે ટકરાઈ પડવાથી સામાન્ય ઈજા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial