Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતને બીજા મહિલા ચીફ જસ્ટીસ મળવાનું નક્કી
અમદાવાદ તા. ૬ઃ કોલેજિયમની ભલામણમાં સુનિતા અગ્રવાલનું નામ સૂચવાયા પછી ગુજરાતની હાઈકોર્ટે ને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળવાનું નિશ્ચિત છે. આશિષ દેસાઈ કેરાલા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનશે.
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હોવાથી ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તે નક્કી જણાય છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્જ રહી ચૂક્યા છે. ર૧-નવેમ્બર, ર૦ર૧૧ માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્જ બન્યા હતાં. તેઓ ત્યાંના સૌથી સિનિયર જ્જ હતાં. હાઈકોર્ટમાં ૧૧ વર્ષ કરતા વધુ જ્જ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજયના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલેજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જ્જ બનશે તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર જ્જ આશિષ જે. દેસાઈ એક્ટિંગ ચીફ જ્જ તરીકે કાર્યરત હતાં. જેમને કેરાલા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઈકોર્ટમાં ર૧ નવેમ્બર-ર૦ર૧૧ થી એટલે કે, ૧૧ વર્ષ કરતા વધુ સમય જ્જ તરીકે રહી ચૂક્યા છે. તેઓ ત્યાંના સૌથી સિનિયર જ્જ છે. સુપ્રિમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓરિસ્સા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગણા અને ગુજરાતની સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ ઠરાવો પસાર કર્યા હતાં. જે બુધવારે મોડી રાત્રે સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial