Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોકા તથા ઢીકાપાટુથી માર મરાયાની પોલીસમાં રાવઃ
જામનગર તા.૬ ઃ કલ્યાણપુરના ભાટિયા ગામના એક યુવાને શાકભાજીની રેંકડી પાસેથી ઢોર તગડતા પિતા-પુત્ર ને ટપારતા આ યુવાન પર ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી ધમકી અપાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા અને હોટલ ચલાવતા તેમજ ખેતીકામ કરતા અમિતભાઈ ભીમશીભાઈ ધ્રેવાડા નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘર તરફ જતાં હતા.
આ વેળાએ ભાટિયા હોસ્પિટલ પાસે રોડ પર ભીખાભાઈ પરબતભાઈ આંબલીયા તથા અનિલ ભીખાભાઈ આંબલીયા નામના પિતા-પુત્ર પોતાની શાકની રેંકડી પાસેથી ઢોર તગડતા હતા. તેઓને અમિતભાઈએ ઢોર નહીં તગડવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ગાળો ભાંડ્યા પછી હુમલો કર્યાે હતો.
આ યુવાનને અનિલ આંબલીયાએ પકડી પાડ્યો હતો. જ્યારે ભીખાભાઈએ ધોકાના ફટકા માર્યા હતા અને તે પછી પછાડી દઈ ઢીકાપાટુથી માર માર્યાે હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કલ્યાણપુર પોલીસ મથકમાં અમિતભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial