Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોને પરિવહન નહીં કરવા તાકીદનું જાહેરનામુંઃ
ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં ખામનાથ પાસે ઘી નદી પર આવેલા ૧૨૦ વર્ષ જુનો કેનેડી પુલ જર્જરિત થયો હોય તાજેતરમાં સુરતની સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિક દ્વારા તા. ૦૪-૦૭-૨૩ના રિપોર્ટ કરી આ પુલને અસુરક્ષિત દર્શાવી તાકીદની અસરથી આ પુલ પરથી વાહનો તથા રાહદારીઓની અવરજવર પણ બંધ કરવા રિપોર્ટ કરતા ગઈકાલે જ જિલ્લા કલેક્ટર અશોકકુમાર શર્માએ જાહેરનામું બહાર પાડીને આ પુલ બંધ કરવા આદેશ કરીને પાલિકા તંત્રને જણાવતા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયાએ પુલની બન્ને તરફના રસ્તા પર પથ્થરના ઢગલા તથા કાંટાળી વનસ્પતિ નાખીને રસ્તા બંધ કરી સૂચનાના બોર્ડ લગાવ્યા હતાં.
પોરબંદર રોડ જવા વિકલ્પ તરીકે મિલન ચાર રસ્તા પાસેથી સરકારી હોસ્પિટલ થઈ પાયલ હોટલ પાસેથી ડાયવર્ઝન રખાયો છે. આ પુલ જર્જરિત હોય પાલિકા દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને પણ રજુઆત કરાઈ હતી.
વિકલ્પ નહીં ડાયવર્ઝન રૃટ લોકોની પરેશાની
કેનડી પુલ બંધ થતાં રામનગર, ખામનાથ પાસે સોસાયટી તથા ખામનાથ મહાદેવ, પોરબંદર રોડ, કણઝાર હોટલ પાસેના લોકોને ગામમાં જવા માટે ચારથી પાંચ કિમી ફરવા જવું પડે તેવી સ્થિતિ થઈ છે તો પોરબંદર-ભાણવડ તરફથી આવતો આ રસ્તો બંધ થઈ જતાં આ રસ્તા પરના ટાઉનહોલ પાસેના દુકાનદારો પણ નવરા જેવી સ્થિતિમાં થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial