Advertisement
Author: નોબત સમાચાર

જયા પાર્વતીના વ્રતની પૂર્ણાહુતીઃ વ્રતધારી બહેનો દ્વારા કરાયું જાગરણ

સિનેમાઘર-બાગબગીચા-મેળામાં વ્રતધારી બહેનોએ સહપરિવાર જાગરણની માણી મજા

જયા પાર્વતી વ્રતને વિજયા વ્રત પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં આ વ્રતને મનાવવામાં આવે છે. પાંચ દિવસના આ વ્રતમાં માતા પાર્વતી તેમજ ભગવાન શીવની પૂજા કરવામાં આવે છે. પરણેલી મહિલાઓ આ વ્રત તેમના પરિવારની સુખ શાંતી માટે તેમજ કુંવારીકાઓ સારા વર માટે આ વ્રત કરતી હોય છે. ગઈકાલે જયાપાર્વતીના વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. અને બહેનો દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં સાંજે બહેનો દ્વારા પૂજા કરી અને રાત્રીના શહેરના વિવિધ ફરવાલાયક સ્થળો પર સહપરિવાર જાગરણ કર્યું હતું. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાની મજા પણ વ્રત ધારી બહેનો દ્વારા પરિવાર સહ મનોરંજન માણ્યું હતું, જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર, જેસીઆર સિનેમામાં પણ જાગરણની મજા માણી રહેલા બહેનો પરિવાર સાથે જોવા મળ્યા હતાં. પોલસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh