Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ
અમદાવાદ તા. ૬ઃ અમદાવાદમાં ગઈકાલે ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે શહેરમાં વરસાદ શરૃ થયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના લોકોને રાહત મળી હતી. શહેરમાં ગઈકાલે મોડી રાત્રીથી આજ સવાર સુધી અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતાંં.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો. જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતાં, ત્યારે ગઈકાલે મોડીરાત્રે મેઘરાજાનું આગમન થયું હતું અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. ગઈકાલે બપોર બાદ સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે મોડીરાતથી સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ગઈકાલથી આજ સવાર સુધીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પોણો ઈંચ, પશ્ચિમ વિસ્તારમાં એક ઈંચ, ઉત્તર પશ્ચિમમાં એક ઈંચ, દક્ષિણ-પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. વહેલી સવારે પણ વરસાદ ચાલુ જ હતો.
અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી જ વરસાદે એન્ટ્રી કરી હતી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ-રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહપુર, જુના વાડજ, નવા વાડજ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, ઝુંડાલ, એસ.જી. હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતાં. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial