Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતમાં ચાલકને થઈ ઈજાઃ
જામનગર તા.૬ ઃ જામનગર નજીકના મોટી બાણુંગાર ગામ પાસે એક ટ્રક તેના ચાલકના કાબુ બહાર ગયા પછી વીજ થાંભલા સાથે ટકરાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાની ટળી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામ પાસેથી આજે સવારે પુરપાટ ઝડપે જતો એક ટ્રક તેના ચાલકના કાબૂ બહાર ગયો હતો.
આ ટ્રક રોડ ઉતરી ગયા પછી નજીકમાં આવેલા વીજ થાંભલા સાથે ટકરાઈ પડ્યો હતો. ટ્રક તો ઉભો રહી ગયો હતો પરંતુ થાંભલાનો કડૂસલો બોલી ગયો હતો. ઘવાયેલા ટ્રકચાલકને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial