Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને હરિયાળી મહોત્સવઃ મેન્ગ્રુવ્સનું સામૂહિક વાવેતર

મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય, ઉચ્ચ અધિકારીઓ, માછીમારો, એનસીસી કેડેટો તથા કર્મયોગીઓ જોડાયા

ખંભાળિયા તા. ૬ઃ મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં ગઈકાલે હરિયાળી મહોત્સવ ર૦ર૩ યોજાયો હતો. જેમાં મેન્ગુવ્સનું સહિયારૃ વાવેતર કરાયું હતું.

દ્વારકા જિલ્લાના રૃક્ષ્મણી મંદિર પાસે ગઈકાલે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૃપે હરિયાળી મહોત્સવ ર૦ર૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૃક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, એનસીસ કેડેટ્સ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ દ્વારા ચેરનું પૂજન અને વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન વિભાગના ૮ અધિકારીઓએ કરેલ વિશેષ કામગીરી બદલ તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તે પછી વિવિધ ૬ કોર્પોરેટ્સ પાર્ટનર સાથે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઈફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વીશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેન્ગુવ્સની ભૂમિક મહત્ત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પૂર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુક્સાન થતું અટક છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગુવ્નું વાવેતર અને તેની જાવણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

યાદવે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા આવનારી કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણના જતન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા બિપોરજોય વાવાઝોડા દરમિયાન આગોતરૃ આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ થયું નથી તે બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતાં. આવનારા સમયમાં પણ કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૃરી છે તેમ જણાવ્યું હતું. આજે ગુજરાતના વિશાળ દરિયાકિનારાના ૩૦૦૬ હેક્ટર વિસ્તારમાં મેન્ગુવ્સના વાવેતર માટે વિવિધ ૬ કોર્પોરેટ્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા તે બદલ વન વિભાગને તેમજ કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતાં. જે પ્રકારે ભગવાનને સૌથી વધુ મિષ્ટનો ભોગ ધરવામાં આવે છે તે જ પ્રકારે દરિયા કિનારાને મિષ્ટી રૃપી ચેરના વૃક્ષોની ભેટ આપવા બદલ સરકારને શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, હરિયાળી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પ જન વિશ્વ પર્યાવરણ દિન-ર૦ર૩ ના મિષ્ટી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં રપ જગ્યાએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન મહોત્સવની ઉજવણી કરવાની પહેલ થકી ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો પર વિવિધ વનોની સ્થાપના કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવતેર કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણના સંરક્ષણ સાથે આ વનો પર્યટન સ્થળો તરીકે પણ વિકસ્યા છે. રૃક્ષ્મણી મંદિર પાસે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેના થકી જમીનનું ધોવાણ થતું અટકશે. આ તકે મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વિકાસ દરિયાકિનારો ધરાવતા દ્વારકામાં જમીનની ખારાશ હોવાથી જમીનનું ધોવાણ થતું અટકે તે માટે આજે મેન્ગુવ્સનું વાવેતર મિષ્ટી પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે તેમજ સાંસદે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી.

મેન્ગુવ્સ ઈનિશિયેટિવ ફોર શેરલાઈન હેબિટેટ્સ એનડ ટેન્જિબલ ઈન્કમ્સ પ્રોજેક્ટ હેઠળ ૬ કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે કુલ છ એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ નિયુક્ત જમીનો પર મેન્ગુવ્સના (ચેર) વાવેતર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રત્યેક કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડે ૪૦ હેક્ટર જમીન પર, નાયરા, એનર્જી લિમિટેડ દ્વારા રપ૦ હેક્ટર જમીન પર આરએસપીએલ લિમિટેડ દ્વારા ૧૦૦ હેક્ટર જમીન પર, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૃરલ ડેવલપમેનટ દ્વારા ર૦૦ હેક્ટર જમીન પર, કેઈર્ન ઓઈલ એન્ડ ગેસ, વેદાંત લિમિટેડ ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના ઝોનમાં આશરે ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વ્યાપક ૩પ૦૦ હેક્ટર જમીન પર મેન્ગુવ્સનું વાવેતર કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આ સહયોગી પ્રયાસોનો ઉદ્દેશ દરિયાકાંઠાના ઈકોસિસ્ટમના સંરક્ષણ અને જાળવણીને વધારવાનો છે.

પર્યાવરણ જતનમાં મેન્ગુવ્સ અગત્યની ભૂમિકા ધ્યાને લઈને જ સરકારે મેન્ગુવ્સના વાવેતર માટેના કાર્યક્રમ મિષ્ટીની શરૃઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગુવ્સ (ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગુવ્સ આગળ વધતા અટકાવે છે. મેન્ગુવ્સ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગુવ્સના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પૂરૃં પાડે છે. મેન્ગુવ્સ સ્થાનિક હવામાન સુધારે છે. સ્થાનિક લોકોને બળતણ, ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગુવ્સ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સન મેન્ગુવ્સ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા તેમજ આભારવિધિ યુ.ડી. સિંઘ દ્વારા કરવામાં આવી હતી. આ તકે કેન્દ્રિય વન, આબોહવા અને ક્લાયમેટ ચેન્જ વિભાગના ડાયરેક્ટર જનરલ એન્ડ સ્પેશિયલ સેક્રેટરી ચંદ્રપ્રકાશ ગોયલ, ધારાસભ્ય ઉદય કાનગડ, ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદી, યુ.ડી. સિંઘ, અગ્રણી નગાભાઈ ગાધેર, વિજય બુજડ, રમેશ હેરમા, મેરામણ ગોરિયા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh