Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત નિદાન કેમ્પ

જામનગર તા. ૬ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત નિદાન કેમ્પ તથા રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને કેમ્પ તા. ૭-૭ ને શુક્રવારે સવારે ૯ થી ૧૨ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ, તડપરવાળા સમાજ ટ્રસ્ટ નાગેશ્વર કોલોની, શ્રી વાકોલ માતાજીના મંદિર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યા છે.

દંત નિદાન કેમ્પમાં રાજકોટના ડો. જયસુખભાઈ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ) અને તેમની ટીમ સેવા આપશે. જેમાં દાંત કાઢી આપવા, દાંત-દાઢનો સડો દુર કરવા, તેમજ દાંતના ચોકઠા રાહત ભાવે બનાવી તથા ફીટ  કરી અપાશે.

નેત્ર નિદાન કેમ્પમાં મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. જયાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. નેત્ર નિદાન કેમ્પમાં પ્રફુલ્લભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા) અને હિરેનભાઈ રૃપારેલિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. જરૃરિયાતમંદોને ઉપરોકત બન્ને કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો.૯૯૯૮૦ ૯૫૨૧૦) દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh