Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના નવાગામના સરપંચ તથા તલાટી-કમ-મંત્રી વિરૃદ્ધ પગલાં લેવા માંગણી

નવાગામના વિશા ઓશવાળ શ્વે મૂર્તિપૂજક જૈન સંઘનો આક્રોશઃ

જામનગર તા. ૬ઃ લાલપુર તાલુકાના નવાગામના સરપંચ તથા તલાટી-કમ-મંત્રીના વિશા ઓશવાળ શ્વે-મૂર્તિપૂજક જૈન સંઘ પ્રત્યેના ઉદ્ધત, કિન્નાખોરીભર્યા વ્યવહારને સંઘના ટ્રસ્ટીઓએ સખત શબ્દોમાં વખોડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

રાજયના મુખ્યમંત્રી તેમજ અન્ય ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સરપંચ તથા તલાટી-કમ-મંત્રી વિરૃદ્ધ અસરકારક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર જિલ્લામાં બિપોરજોય નામની કુદરતી આપતી આવવાના એંધાણ થયેલાં હતાં. તે સમયે પણ જામનગરની અમારી જ્ઞાતિની તમામ સંસ્થાઓ આ કુદરતી આપત્તિમાં સંસ્થાની તમામ ઈમારતો સરકારશ્રીના માર્ગદર્શનથી જરૃરિયાતમંદો માટે ખૂલ્લી રાખવામાં આવેલ હતી. ઉપરાંતમાં જરૃરિયાતમંદ લોકોના જાનમાલના રક્ષણ માટે અને તેમની ખાનપાનની જવાબદારી પણ સંસ્થાએ સ્વૈચ્છિક રીતે સ્વીકારેલ હતી. તે મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની નવાગામમાં આવેલ અમારી મહાજનવાડી પણ તા. ૧ર-૬-ર૦ર૩ થી તા. ૧૭-૬-ર૦ર૩ સુધી કોઈપણ જાતની સૂચના વિના પણ સ્વૈચ્છિક રીતે ખૂલ્લી મુકેલ હતી અને તેમાં આશરે સોએક જેટલા લોકો આશ્રિત તરીકે આશ્રય પામેલા હતાં. અને તે તમામ લોકોની રહેવા તથા ખાવા-પીવાની વ્યવસ્થા સંસ્થાના ખર્ચે નિભાવવામાં આવેલ હતી. ત્યારપછી પણ જવાબદાર સર્કલ ઓફિસર જાડેજા સાહેબ દ્વારા પણ મોબાઈલ ફોનના માધ્યમથી સાથ-સહકાર આપવા માટે જણાવવામાં આવેલું. તે વખતે પણ અમારી જ્ઞાતિની સંસ્થાના જવાબદાર લોકોએ અગાઉથી જ સેવાકીય પ્રવૃત્તિ પુરતા પ્રમાણમાં હાજર વ્યવસ્થા મુજબ કરવામાં આવી રહ્યાંની હકીકત જણાવેલ હતી.

સર્કલ સાહેબ સાથે વાતચીત થયા બાદ તા. ૧ર-૬-ર૦ર૩ ના નવાગામના તલાટી કમ મંત્રીનો ફોન આવેલો હતો અને આ સંસ્થાની મિલકતની ચાવી તેઓને સોંપી દેવાની વાત કરેલી હતી. અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી કિશોરભાઈ રાયશીભાઈ ગોસરાણીએ એકમાત્ર નિર્ણય લેનાર ટ્રસ્ટી ન હોય, સ્વાભાવિક રીતે જ મોબાઈલ ફોનના માધ્યમથી આ પ્રકારની માંગણી કરવામાં આવતા સર્વે ટ્રસ્ટીઓની સંમતિ લઈ તાત્કાલિક આ અંગેની વ્યવસ્થા કરવાની વાત ટ્રસ્ટના ટ્રસ્ટીએ સર્કલ ઓફિસરશ્રી તથા સરપંચને કરેલી અને ત્યારબાદ તુરંત જ નવાગામના તલાટી કમ મંત્રીનો મોબાઈલ ફોન આવ્યો હતો.

આમ ઉ૫રાઉપરી ઉપરોકત ત્રણેય વ્યક્તિઓના ટ્રસ્ટી કિશોરભાઈ રાયશીભાઈ ગોસરાણીને ફોન આવેલા. આમ, અન્ય ટ્રસ્ટીઓની સંમતિ તથા માંગણીની જાણકારી આપ-લે કરી તાત્કાલિક સરકારના અધિકારીઓને ચાવી સોંપવાની પ્રક્રિયા શરૃ કરી દીધેલ હતી. ઉપરાંતમાં તાત્કાલીક સંસ્થાના હાજર નવાગામમાં કર્મચારીશ્રીને સંસ્થાની વાડી ખુલ્લી કરી નાંખવા અને કોઈપણ અધિકારી આવે તો સં૫ૂર્ણ સહકાર આપવાની જાણ કરી દીધેલી અને તાત્કાલિક રસોડાની સામગ્રી એકત્ર કરાવી અને રસોડું શરૃ કરાવી દીધેલ હતું. આમ, આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક શરૃ કરવા માટેની તમામ ટ્રસ્ટીઓ વચ્ચે વાત-ચીત કરી સંમતિ મેળવી સેવાકીય પ્રવૃત્તિની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

આ ઉપરોકત મોબાઈલ ફોનો દરમ્યાન તલાટી કમ મંત્રી દ્વારા મોબાઈલ ફોનથી સીધો જ સત્તાનો ગેરકાયદેસર રીતે દુરઉપયોગ કરવામાં આવતો હોય, તે રીતે ધમકી ભર્યા વાણી વર્તનથી પ્રથમથી જ સંસ્થાની જે મિલકત હાલ હૈયાત છે તે મિલ્કતની જમીન કાયદેસર છે કે કેમ ? તે મિલકત ઉપરની ઈમારત કાયદેસર છે કે નહીં ? તે અંગેના દસ્તાવેજી પુરાવા છે કે કેમ ? અને હોય તો તાત્કાલિક બતાવી જવા આદેશાત્મક વાત કરવામાં આવેલી. અને ત્યારબાદ અમારી જ્ઞાતિની સંસ્થાના જવાબદારીઓની સરકારની કુદરતી આપતિ સમયની જરૃરિયાતને કોઈપણ પ્રકારની નકારાત્મક વાત વિના ફકત એક ટ્રસ્ટી તાત્કાલિક મોબાઈલ ફોનના માધ્યમથી વાત કરનારની ખરાઈ કર્યા વિના અને અન્ય ટ્રસ્ટીઓની સંમતિ વિના સંપૂર્ણ સંસ્થાની ચાવી સોંપી દેવા માટે સક્ષમ ન હોય, ફકત થોડી કલાકનો સમયની માંગણી કરી તાત્કાલિક અસરથી સંસ્થા સોંપવાનો હકારાત્મક રીતે નિર્ણય કરી આપવામાં આવશે. તેવું સર્કલ ઓફિસર, સરપંચને જણાવવામાં આવેલું હતું. ઉપરાંતમાં અનાજ-રાશન પાણીની વ્યવસ્થા અને આર્થિક સહયોગ આપવા પણ તત્પરતા દેખાડવામાં આવેલ હતી. આમ છતાં તલાટી કમ મંત્રી દ્વારા તદ્દન તોછડાયથી અને સંસ્થાના ટ્રસ્ટી જે સામાજિક કાર્ય અન્વયે સંસ્થાના ટ્રસ્ટી બનેલા હોય અને મુળ નવાગામના વતની હોય, નવાગામ પ્રત્યેના ઋણ અને સેવાભાવને કારણે તન-મન-ધનથી ગ્રામજનોની સેવા કરવા તૈયાર હોય તેવા ૬૫ વર્ષની વય ધરાવતાં ટ્રસ્ટીને તુકારા અને ઉદ્ધતાઈ ભરેલી ભાષામાં તલાટી-કમ મંત્રી દ્વારા ધમકાવવામાં આવેલા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે ધાક-ધમકી આપવામાં આવેલી ઉપરાંતમાં નવાગામ ગામમાં આવેલી સંસ્થાની મિલકતમાં કાગળો ઉપર કોઈપણ પ્રકારની ચુક નીકળી તો આ મિલકત તોડી નાખવાની પોતાની સત્તા હોવાનું જણાવી અને સંસ્થાને, જવાબદાર ટ્રસ્ટીઓને કોર્ટ કાર્યવાહીમાં ઢસડી જવાની ધમકી આપવામાં આવેલી છે, તે ખૂબ જ દુઃખદ છે. સમગ્ર હાલાર પંથકના ઓશવાળ સમાજના જ્ઞાતિજનો માટે પણ આઘાતજનક બાબત છે. તલાટી કમ મંત્રીના આ પ્રકારના વ્યવહારની અને વર્તનની જાણ સમગ્ર વિશ્વના ઓશવાળ સમાજના જ્ઞાતિજનોને થયેલી છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા છે.

સમગ્ર ઓશવાળ સમાજ વિશ્વભરમાં દરેક સમાજિક પ્રવૃત્તિમાં હરહંમેશ આર્થિક સામાજિક રીતે અગ્રેસર રહેલો છે અને સમગ્ર ભારતમાં કોઈપણ પ્રકારની આપતી સમયમાં આર્થિક ઉપરાંત સમગ્ર સમાજના ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠાનો પણ સરકારની મદદ માટે હરહંમેશ મોટું મન રાખી ખુલ્લા રાખેલા છે. અને તમામ પ્રકારે દરેક આપતિજનક સ્થિતિમાં આર્થિક સહયોગ પણ આપતા આવેલા છે.

નવાગામ ગામના તલાટી કમ મંત્રી દ્વારા સંસ્થાના જવાબદાર ટ્રસ્ટીઓને હેરાન પરેશાન કરવા અને સંસ્થાની સામાજિક આબરૃને ધક્કો પહોંચાડવાના એકમાત્ર હેતુથી સંસ્થાની ઈમારત તા. ૨૦-૬-૨૦૨૩ ના સંસ્થાના બાંધકામ સબબના તમામ દસ્તાવેજી પુરાવા દિવસ-૭ માં પૂરા પાડવા માટે એક નોટીસ સ્વરૃપનો પત્ર ચોંટાડવામાં આવેલ છે. આ કાર્યવાહી સામાન્ય ક્રમમાં કરવામાં આવેલ નથી. પરંતુ તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા રાગદ્વેશવૃત્તિથી આ સંસ્થાની મિલ્કતને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવા અને સંસ્થાના ટ્રસ્ટીઓને મુંબઈથી જામનગર ધક્કા ખવડાવવાના બદઈરાદાથી આપવામાં આવેલ છે. જે સ્પષ્ટ છે. આ સંસ્થા છેલ્લા ૬૫ વર્ષથી આ ઈમારત હેઠળ સમગ્ર નવાગામમાં સામાજિક પ્રવૃત્તિઓ કરી રહેલ છે. આ ઉપરાંતમાં લગભગ અંદાજે ૧૫૦ વર્ષથી આ હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા આ નવાગામમાં જન્મ પામીને દેશ-વિદેશ સ્થાયી થયેલા સમાજના જ્ઞાતિજનો દ્વારા જન્મભૂમિના રૃણને કાજે સતત સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અને જેનું એક મેગેઝિન પણ પ્રસિદ્ધ થયેલ છે. સંસ્થાની ઉભેલ ઈમારત તમામ કાયદેસરના દસ્તાવેજ આધારિત છે. સાથે સામેલ છે, આમ ૫૮ વર્ષથી આ ઈમારત અસ્તિત્વમાં આવેલી છે અને તેનો લાગો-લેતરી પણ સરકાર દ્વારા વસુલવામાં આવેલ છે. તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા સંસ્થાના ઈમારત ઉપર પત્ર ચીપકાવવામાં આવેલો છે. આ તલાટી કમ મંત્રી તથા સરપંચની આ પત્ર પાછળની બદદાનત એ પ્રકારની છે કે, સંસ્થાના કોઈપણ ટ્રસ્ટી આ દસ્તાવેજી પુરાવો લઈ તેઓ પાસે આવે અને જ્યારે આવે ત્યારે આ ટ્રસ્ટીઓનું અપમાન કરવું, તેઓને કોઈપણ પ્રકારના ગેરકાયદેસરના કેસ-કબાળામાં કે ફોજદારી કેસમાં સંડોવી દેવા આવા હેતુઓથી આ પ્રકારનો પત્ર ચોંટાડવામાં આવેલ હોય, તેવું જ્ઞાતિજનોનું માનવું છે. તલાટી કમ મંત્રી અને સરપંચને આ પ્રકારની કાર્યવાહી કરવાની સીધી કોઈ સત્તા નથી આમ છતાં તેઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મોબાઈલ ફોનથી પણ સંસ્થાના વૃદ્ધ ટ્રસ્ટીને તુકારાની ખરાબ ભાષાથી રૃબરૃ દસ્તાવેજો લઈ આપી જવાની જે ધમકી આપવામાં આવેલી છે તેવી કોઈ સત્તા તેઓને મળેલી નથી.

આ  કર્મચારી દ્વારા જે પ્રકારના વાર્ણી-વર્તન, મોબાઈલ ફોનના માધ્યમથી અમારા જ્ઞાતિના ટ્રસ્ટી સાથે કરવામાં આવેલા છે. તેને સમગ્ર હાલારી વિશા ઓશવાળ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. તાત્કાલિક ધોરણે બીનજવાબદાર અને સત્તાના દુરઉપયોગ કરનારા અભિમાની કર્મચારી સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા વિનંતી છે આ લાગણી સમગ્ર ભારત તથા વિશ્વમાં વસતા હાલારી વિશા ઓશવાળ સમાજના જ્ઞાતિજનોની છે અને સરકારના જવાબદાર ગણાતા કર્મચારીએ કરેલા વ્યવહારથી સમગ્ર હાલારી વિશા ઓશવાળ સમાજના જ્ઞાતિજનોની લાગણીને ઠેસ પહોંચેલ છે.

આ આવેદનપત્રથી સમગ્ર હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા તાત્કાલિક જવાબદારો સામે અસરકારક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh