Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના વન-પર્યાવરણમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ભાણવડ તા. ૬ઃ ભાણવડના શિવા ગામમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અધ્યક્ષતામાં વૃક્ષારોપણ અને નવનિર્મિત ગેઈટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ હજાર જેટલા કલમી આંબાનું વાવેતર કરાયું હતું.
સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ અને શિવા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે શિવા ગામમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ તેમજ શિવા ગામના નવનિર્મિત ગેઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શિવા ગામના દરેક વ્યક્તિ અને દાતાઓ ગામના વિકાસ માટે હંમેશાં તત્પર રહ્યા છે. ગુજરાત સરકારના કલીન ગુજરાત, ગ્રીન ગુજરાતના અભિગમને સાર્થક કરતા શિવા ગામમાં પ હજાર જેટલા કલમી આંબાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. શિવા ગામની આ પહેલને અનુલક્ષીને આજુબાજુના ગામ પણ વૃક્ષોનું વાવેતર કરીને આપણા વિસ્તારને હરિયાળો બનાવ્યે તેમજ દરેક વ્યક્તિ વૃક્ષ વાવી તેનું જતન કરે તેવી અપીલ કરી હતી.
સામૂહિક વનીકરણમાં શિવા ગામના અને બહાર વ્યવસાય કરતા દરેક હમવતનીઓ તથા વન વિભાગનો સહયોગ મળ્યો છે. તાલુકામાં આ પ્રથમ એવું ગામ છે, જ્યાં જંગી માત્રામાં આંબાના છોડનું વાવેતર ગાયોના લાભ માટે થયું છે. આ પ્રસંગમાંથી પ્રેરણા લઈને જી.પં. ના સદસ્ય કે.ડી. કરમુર દ્વારા કાટકોલા ગામે સામૂહિક વનીકરણ કરવાની તૈયારી બતાવતા વન વિભાગ તેને સહયોગ આપશે તેવી ખાત્રી મંત્રી મૂળુભાઈ બેરાએ આપી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કે.ડી. કરમુર, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઈ રાવલિયા શિવા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ લખમણભાઈ રાવલિયા, ભાણવડ તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમા, અગ્રણીઓ સાજણભાઈ રાવલિયા, હમીરભાઈ કનારા, રામશીભાઈ મારૃ આર.એફ.ઓ. વર્ષાબેન પંપાણીયા સહિતના વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial