Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં ગઈકાલે ખામનાથ ઘી નદી પરનો ૧૨૦ વર્ષનો જર્જરીત કેનેડી પુલ બંધ કરી દેવાતા શહેરની સ્થાપના વખતનું ખામનાથ મંદિર આ રસ્તે આવેલું હોય જ્યાં રોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં ભક્તો જતા હોય ઘી નદીમાંથી નીકળતો જુનો રસ્તો શરૃ કરવા માંગ કરાઈ છે.
સામાજિક કાર્યકર આલાભાઈ ગોઝીયા તથા અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા પાલિકા સત્તાધીશોને અગાઉના સમયમાં નદીના વહેણમાં પાઈપ નાખી તેના પર મોરમ નાખીને બનાવાતો રસ્તો ચાલુ કરવા જણાવાયું છે.
શ્રાવણ માસ આવતો હોય ભાવિકો રોજ ખામનાથ જતા હોય તથા ઘીની મહાપૂજાના દર્શન થતા હોય વૈકલ્પિક રસ્તો પગપાળા જવાનો શરૃ કરવા માંગ કરવામાં આવી છે. જેથી નિયમિત ભક્તો મંદિરે પહોંચી શકે. હાલ ઘી નદી પણ ખાલી હોય કોઈ ભય ના હોય નદીમાંથી રસ્તો શરૃ કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial