Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએમજેએવાય યોજના અંતર્ગત
ગાંધીનગર તા. ૬ઃ પીએમજેએવાય-માં યોજના અંતર્ગત તા. ૧૧ જુલાઈથી રાજ્યના નાગરિકોને રૃપિયા ૧૦ લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે તેવી જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ૧.૭૮ કરોડ આયુષ્માન કાર્ડ ધારકો છે. રાજ્યમાં ર૦૪પ સરકારી અને ૭૯પ ખાનગી હોસ્પિટલ મળી કુલ ર૮૪૦ હોસ્પિટલ આયુષમાન કાર્ડ ધારકોની સેવામાં ઉપલબ્ધ છે, જેમાં નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિઃશુલ્ક અપાય છે.
પીએમજેએવાય-માં યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા. ૧૧ જુલાઈ ર૦ર૩ થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૃપિયા ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૃપિયા પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૃપિયા ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૃકરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૃપ સાબિત થઈ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ર૦૧૮ થી અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.
ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજિસ્ટર્ડ અને જરૃરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૃપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે.
હાલ ગુજરાતમાં ર૦૪પ સરકારી અને ૭૯પ ખાનગી મળી કુલ ર૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિઃશુલ્કપણે ઉપલબ્ધ બની છે. રાજ્યનો કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગિય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદૃઢ આયોજન હાથ ધર્યું છે.
પટેલે ઉમેર્યું કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષમાન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. (વર્ષ ર૦૧૮ થી તા. ર૬-૬-ર૦ર૩ સુધી). આ સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે છે, જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દૃષ્ટિએ રૃપિયા ૮.૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૃપિયા ર૮૦૦ કરોડની રકમના ક્લેમ (દાવા) ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજી રૃપિયા ૩પ૦૦ કરોડ રકમના ક્લેમ (દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial