Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીપલ ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી-પ્રાઈસનો સર્વે રિપોર્ટ
નવી દિલ્હી તા. ૬ઃ ભારતને લઈને 'પ્રાઈસ'ના સર્વે મુજબ ર૦૦૪-પ મા જ્યાં દેશની ૩૦ ટકા વસતિ ગરીબ હતી તેની સંખ્યા ર૦૩૦ સુધીમાં ૬ ટકાની નીચે આવી જશે અને ર૦૪૭ સુધીમાં ર ટકા પણ નહિં રહે. મધ્યમ વર્ગની વસતિ ર૦૦૪-૦પ માં ૧૪ ટકા હતી જે ર૦૩૦ સુધીમાં ૪૬ ટકા થઈ જશે. ર૦૪૭ સુધીમાં ૧૦૦ કરોડથી વધુ મધ્યમ વર્ગના લોકો હશે, જેથી દેશ મજબૂત જીડીપી તરફ આગળ વધતો રહેશે.
ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર ર૦૪૭ સુધીમાં ૧૦૦ કરોડથી વધુ ભારતીયો દેશમાં મધ્યમ વર્ગમાં જોડાશે. આ મૂલ્યાંકન 'પીપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી' અટલે કે પ્રાઈસના 'ભારતના મધ્યમ વર્ગનો ઉદય' નામના સર્વે રિપોર્ટમાં કરવામાં આવ્યું છે. તેને જી-ર૦ ના શેરપા અમિતાભ કાંત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ર૦૦૪-૦પ માં જ્યાં દેશના ૩૦% પરિવારો ગરીબ હતાં, ર૦૩૦ સુધીમાં તેમની સંખયા ઘટીને છ ટકા થઈ જશે. જ્યારે ર૦૪૭ સુધીમાં તે બે ટકા પણ નહીં રહે.
મધ્યમ વર્ગની વસતિ ર૦૦૪-૦પ માં ૧૪ ટકાથી વધીને ર૦૩૦ સુધીમાં ૪૬ ટકા થશે. ર૦૪૭ માં આ આંકડો ૬૩ ટકા સુધી પહોંચવાની આશા છે. આવકના ચાર માપદંડ દેશની આવકના પિરામિડને ચાર માપદંડ મૂકીને માપે છે. જેમાં અમીરોની વાર્ષિક કૌટુબિક આવક ૩૦ લાખ રૃપિયાથી વધુ ગણવામાં આવી છે. મધ્યમ વર્ગને પ.૩૦ લાખ રૃપિયાની રેન્જમાં મૂકવામાં આવ્યો હતો. આકાંક્ષીની આવક ૧.રપ થી પ લાખ રૃપિયાની વચ્ચે છે અને ૧.રપ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને ગરીબ ગણવામાં આવે છે.
આગામી વર્ષોમાં શ્રીમંત, મધ્યમ વર્ગ અને મહત્ત્વાકાંક્ષી વર્ગની સંખ્યામાં વધારો થવાનો દાવો કરવામાં આવે છે. અમિતાભ કાંતે કહ્યું છે કે, દેશમાં ઉત્પાદન અને શહેરીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ૮-૯ ટકાનો વિકાસ દર હાંસલ કરી શકાય છે. ભવિષ્યમાં મધ્યમ વર્ગની વસતિમાં વધારાને કારણે એવા લોકોની સંખ્યામાં વધારો થશે જેઓ વધુ ખર્ચ કરી શકશે. દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે આર્થિક ચક્રમાં તેમના યોગદાનથી લાભ મેળવવો શક્ય છે. જે વિસ્તારમાં તેઓ વધુ ખરીદી કરશે, તે વિસ્તારમાં ઉત્પાદન વધશે. તેનાથી નોકરીની સંભાવનાઓ વધશે અને નીચલા સ્તરના લોકો મજબૂત થશે.
નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે, ભારતે તેની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૃર છે, જેથી યુવાનો વિકસિત દેશોમાં કામકાજની વસતિમાં થયેલા ઘટાડાનો લાભ લઈ શકે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વર્તમાન યુગમાં મોટાભાગના દેશોમાં લોકોની ઉંમર વધી રહી છે અને કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે. આફ્રિકાને બાદ કરતા ભારતમાં સૌથી વધુ કામ કરનારાની વસતિ હશે.
અમિતાભ કાંતે કહ્યું કે, ઉભરતા મધ્યમ વર્ગમાં દેશમાં આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસને આગળ વધારવાની શક્તિ છે. જેમ જેમ મધ્યમ વર્ગની સંખ્યામાં વધારો થશે, તે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુવિધાઓ, શિક્ષણ, આવાસ, ઉપભોક્તા ચીજવસ્તુઓ અને અનય ઘણી વસ્તુઓની માંગમાં વધારો કરશે. ૧૯૯૧ ના આર્થિક સુધારાઓ પછી લાખો લોકો મધ્યમ વર્ગમાં જોડાયા. તકનિકી પ્રગતિ અને સતત વિકાસએ વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial