Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીની ફરિયાદ પરથી નશાખોર સામે કાર્યવાહીઃ
જામનગર તા.૬ ઃ જામનગરની લાખોટા મિગ કોલોની પાસેથી પોલીસે ગઈરાત્રે એક શખ્સને શરાબની છ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે સેન્ટ્રલ બેંક, બેડી નાકા, મેહુલ સિનેમા તથા જામજોધપુરમાંથી બોટલ સાથે ચાર ઝડપાયા છે. એક શખ્સ નશાની હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેના પત્નીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તેની અટકાયત કરી હતી.
જામનગરના સુમેર કલબ રોડ પર આવેલી મિગ કોલોની પાસેથી ગઈરાત્રે પસાર થતાં ગુજરાતીવાડમાં રહેતા એજાઝ કાદરભાઈ શેખ ઉર્ફે એજલા સીપાઈ નામના શખ્સને સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૩ હજારની બોટલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીકના રોડ પરથી ગઈરાત્રે પસાર થતાં જીજે-૧૦-પીએલ ૯૪૮૯ નંબરના બાઈકને રોકી પોલીસે તેના ચાલક નિલકમલ સોસાયટીવાળા પ્રકાશ ગોરધનભાઈ પાટડીયાને ચેક કરતા તેની પાસેથી દારૃની બોટલ મળી આવી હતી.
જામનગરના બેડીનાકા પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં મારૃતી પાર્ક-૧વાળા સાગર પરબતભાઈ ડાંગરના જીજે-૧૦-ડીકે ૭૭૦૨ નંબરના સ્કૂટરની પોલીસે તલાશી લેતાં તેની પાસેથી પણ દારૃની બોટલ મળી હતી.
જામનગરની સેન્ટ્રલ બેંક પાસેથી ગઈકાલે રાત્રે મણીયાર શેરીવાળા પ્રકાશ કાળુભાઈ વાઘેલા નામના શખ્સને રોકી ચેક કરાતા પોલીસને દારૃની બોટલ સાંપડી હતી.
જામજોધપુર શહેરમાંથી ગઈકાલે રાત્રે પસાર થતાં ધ્રાફા ગામના પુષ્પરાજસિંહ કાંતુભા જાડેજા નામના શખ્સને રોકી ચેક કરાતા તેની પાસેથી વ્હીસ્કીની બોટલ મળી હતી.
જામનગરના જાગૃતિ નગરમાં આરઓ બિલ્ડીંગ પાસે રહેતા સોનલબેન ખીમાભાઈ જસા નામના મહિલાએ પોતાના પતિ ખીમાભાઈ રાણાભાઈ જસા નશાની હાલતમાં હોવાની ફરિયાદ પોલીસમાં કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial