Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્લેઈમમાંથી ત્રીસ ટકા રકમ કાપી લેવાઈ હતીઃ
જામનગર તા.૬ ઃ જામનગરના એક આસામીએ પોતાના પરિવારનો મેડિક્લેઈમ મેળવ્યા પછી તેમના પત્નીને સારવાર લેવી પડી હતી. તેના બીલમાંથી ત્રીસ ટકા જેટલી રકમ વીમા કંપનીએ કાપતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે કપાયેલી રકમ વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના જયેશભાઈ શશીકાંતભાઈ નામના આસામી દ્વારા પોતાના પરિવારનો મેડિકલેઈમ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી લેવામાં આવ્યો હતો. તે પછી જયેશભાઈના પત્ની બીમાર પડતા તેઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જેમાં રૃા.પ લાખનો ખર્ચ થયો હતો.
તે રકમ વળતરપેટે મેળવવા વીમા કંપની સમક્ષ કલેઈમ કરાતા વીમા કંપનીએ રૃા.૧,૫૪,૪૦૦ કાપી લઈ બાકીની રકમ ચૂકવી હતી. તેથી તે રકમ વસૂલ મેળવવા વીમા કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે કપાયેલી રકમ વ્યાજ સાથે ચૂકવવા અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા. આ ફરિયાદમાં વીમા કંપનીએ દલીલ કરી હતી કે, ફરિયાદીએ ઓછો ચાર્જ હોય તેવી હોસ્પિટલમાં સારવાર મેળવવી જોઈતી હતી તેની સામે ફોરમે ઠરાવ્યું હતું કે ક્યા સ્થળે સારવાર મેળવવી તે નિર્ણય વીમા કંપની કરી શકે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial