Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં ગંજીપાના કૂટતા બે ઝડપાયાઃ
જામનગર તા.૬ ઃ દ્વારકાના હાથી ગેઈટ પાસેથી બે શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે ખંભાળિયાના રાવળપાડામાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાયા છે અને જૂની લોહાણા મહાજન વાડી પાસેથી બે શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા.
દ્વારકાના હાથી ગેઈટ પાસે પાર્કિંગમાં ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઈરફાન ઈલિયાસ માજોઠીયા તથા જીવરાજ જેઠાભાઈ ચૌહાણ નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.
ખંભાળિયા શહેરમાં આવેલી જૂની લોહાણા મહાજન વાડી પાસે ગઈકાલે સવારે ગંજીપાનાથી જુગાર રમતા પ્રકાશ વજુભાઈ કણસાંગરા અને રાજેશ ઉર્ફે જેનો વનીતભાઈ ચારોલીયા નામના બે શખ્સને પોલીસે પકડી રૃા.૧૭૧૦ રોકડા, ગંજીપાના કબજે કર્યા છે.
ખંભાળિયાના રાવળપાડા પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા દિનેશ ડાયાભાઈ રાઠોડ, સામતભાઈ અરજણભાઈ પરમાર, આનંદ દામજીભાઈ ભરડવા પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧,૦૩૦ રોકડા ઝબ્બે લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial