Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ૮૦ ફૂટ ઉંડી ખાઈમાં પડી
મેક્સિકો તા. ૬ઃ મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડતા ર૭ના મોત થયા છે. જ્યારે ૧૭ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃત્યુઆંક વધી શકે છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ૮૦ ફૂટથી વધુ ઉંડી ખાઈમાં પડી હોવાનું જાણવા મળે છે.
મેક્સિકોના દક્ષિણી પ્રાંત ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ૮૦ ફૂટ ઉંડી ખાઈમાં પડી હતી. આ દુર્ઘટનામાં લગભગ ર૭ લોકોના મોત થયા છે અને ૧૭ લોકો ઘાયલ થયા છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે ટ્વિટ કર્યું કે પીડિત બસ મેક્સિકો સિટીથી ઓક્સાકાના ઓસોન્ડુઆ શહેર તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મૃતાંક વધી શકે છે.
નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જ્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તે સમયે લગભગ છ લોકો બેભાન અવસ્થામાં હતાં. તે જ સમયે, અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક ખાનગી બસ મેક્સિકો સિટીથી સેન્ટિયાગો ડી યોસુન્દુઆ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના મેગડાલેના પેનાસકોમાં બની હતી, જે પર્વતીય વિસ્તારમાં સ્થિત છે. જ્યાં રસ્તાઓ ખૂબ જ વળાંકવાળા છે અને ત્યાં ઢાળવાળી ખીણો છે. ઓક્સાકાના ગવર્નર સલોમન જારાએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમે પેનાસ્કોમાં થયેલા ભયાનક અકસ્માત માટે ખૂબ જ દુઃખી છીએ. તેમણે કહ્યું કે અમારા સરકારી કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનું કામ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial