Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.૬ઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્યાંથી શાકભાજી જાય છે તેવા ખંભાળીયામાં વાવાઝોડા તથા વરસાદ પછી શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. સીઝનમાં જ્યા ટમેટાના ભાવ ૮ થી ૧૦ રૃપિયે કિલો હોય તે ટમેટાના ૧૦૦ થી ૧ર૦, આદુના ભાવ ર૦૦ થી રરપ, ભીંડાના ૮૦ થી ૯૦, મરચાના ૧૦૦-૧પ૦ રૃપિયા બટેટાના રપ થી ૩૦, ડુંગળીના ર૦ થી રપ, કોબીના ૮૦ રૃપિયા, રીંગણા ૯૦ થી ૧૦૦, દૂધીના ૮૦ રૃપિયા, કોથમીર ર૦૦ રૃપિયા તથા ભાજી ૧પ૦ થી ૧૮૦ થતાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો છે. શહેરની શાક માર્કેટમાં લોકો શાક ખરીદવા જતાં આટલો ઉંચો ભાવ જોઈ રપ૦ ગ્રામ ખરીદી ઘેર પરત ફરે છે તો અનેક ગાલા પર જોખાવીને પછી ગ્રાહકો ના લેતા હોવાની ફરિયાદો બકાલા વેપારીઓ કરી રહ્યા છે. હાલ ખંભાળીયા પંથકમાં વાવાઝોડા તથા વરસાદથી પાક ધોવાઈ ગયો હોય ઉપરથી ખૂબ જ ઉંચા ભાવે માલ આવતો હોય ઉંચો ભાવ રહેતા લોકો હવે લીલા શાકભાજીને બદલે કઠોળ તરફ વળી ગયા છે. હજુ થોડા દિવસ ભાવ ઉંચો રહેવા સાંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial